दर्शनावरणान्तरायत्रयं युगपदेकसमयेन निर्मूल्य मेघपुञ्जरविनिर्गतदिनकर इव सकल-
विमलकेवलज्ञानकिरणैर्लोकालोकप्रकाशकास्त्रयोदशगुणस्थानवर्तिनो जिनभास्करा भवन्ति
वर्तिनोऽयोगिजिना भवन्ति
गुणान्तर्भूतनिर्नामनिर्गोत्राद्यनन्तगुणाः सिद्धा भवन्ति
અંતર્મુહૂર્ત કાળપર્યંત, સ્વશુદ્ધાત્મસંવિત્તિ (સંવેદન) જેનું લક્ષણ છે એવા ‘એકત્વવિતર્ક
અવીચાર’ નામના દ્વિતીય શુક્લધ્યાનમાં સ્થિર થઈને, તેના છેલ્લા સમયમાં જ્ઞાનાવરણ,
દર્શનાવરણ અને અંતરાય એ ત્રણેનો એક સાથે એક સમયમાં નાશ કરીને, મેઘપટલમાંથી
નીકળેલા સૂર્યની જેમ સકળનિર્મળ કેવળજ્ઞાનનાં કિરણોથી લોક અને અલોકને પ્રકાશિત
કરનારા, તેરમા ગુણસ્થાનવર્તી જિન ભાસ્કર છે. ૧૩. મન, વચન, કાયાની વર્ગણાનું જેને
આલંબન છે અને કર્મોને ગ્રહણ કરવામાં જે નિમિત્ત છે, એવા આત્મપ્રદેશોના
પરિસ્પંદનસ્વરૂપ જે યોગ, તેનાથી રહિત, ચૌદમા ગુણસ્થાનવર્તી અયોગી જિન છે. ૧૪.
અને ત્યારપછી નિશ્ચયરત્નત્રયાત્મક ‘કારણભૂત સમયસાર’ નામનું જે પરમ યથાખ્યાતચારિત્ર
છે, તેના વડે પૂર્વોક્ત ચૌદ ગુણસ્થાનથી અતીત થયેલા, જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી રહિત
થયેલા તથા સમ્યક્ત્વાદિ આઠ ગુણોમાં અંતર્ભૂત, નિર્નામ, નિર્ગોત્ર આદિ અનંતગુણવાળા,
‘સિદ્ધો’ છે.
બે ગુણસ્થાનનો કાળ રહેતો નથી. એ શંકાનો ઉત્તર આપે છેઃ