Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 13 : Margnaonu Kathan.

< Previous Page   Next Page >


Page 43 of 272
PDF/HTML Page 55 of 284

 

background image
चारित्रमोहोदयाभावेऽपि सयोगिकेवलिनां निष्क्रियशुद्धात्माचरणविलक्षणो योगत्रय-
व्यापारश्चारित्रमलं जनयति, योगत्रयगते पुनरयोगिजिने चरमसमयं विहाय शेषाघाति-
कर्मतीव्रोदयश्चारित्रमलं जनयति, चरमसमये तु मन्दोदये सति चारित्रमलाभावात् मोक्षं
गच्छति
इति चतुर्दशगुणस्थानव्याख्यानं गतम् इदानीं मार्गणाः कथ्यन्ते ‘‘गइ इंदियेसु
काये जोगे वेदे कसायणाणे य संयम दंसण लेस्सा भविया समत्तसण्णि आहारे ’’ इति
गाथाकथितक्रमेण गत्यादिचतुर्दशमार्गणा ज्ञातव्याः तद्यथास्वात्मोपलब्धिसिद्धिविलक्षणा
नारकतिर्यङ्मनुष्यदेवगतिभेदेन चतुर्विधा गतिमार्गणा भवति अतीन्द्रियशुद्धात्म-
तत्त्वप्रतिपक्षभूताह्येकद्वित्रिचतुःपञ्चेन्द्रियभेदेन पञ्चप्रकारेन्द्रियमार्गणा अशरीरात्म-
तत्त्वविसदृशी पृथिव्यप्तेजोवायुवनस्पतित्रसकायभेदेन षड्भेदा कायमार्गणा
निर्व्यापारशुद्धात्मपदार्थविलक्षणमनोवचनकाययोगभेदेन त्रिधा योगमार्गणा, अथवा विस्तरेण
પણ તેને ચોરના સંસર્ગનો દોષ લાગે છે, તેમ સયોગ કેવળીઓને ચારિત્રનો નાશ કરનાર
ચારિત્રમોહના ઉદયનો અભાવ હોવા છતાં નિષ્ક્રિય શુદ્ધાત્મ
આચરણથી વિલક્ષણ ત્રણ
યોગનો વ્યાપાર ચારિત્રમાં દોષ ઉત્પન્ન કરે છે; તથા ત્રણ યોગનો જેમને અભાવ છે તે
અયોગી જિનને, ચરમ સમય સિવાય, બાકી રહેલાં ચાર અઘાતીકર્મોનો તીવ્ર ઉદય ચારિત્રમાં
દોષ ઉત્પન્ન કરે છે. ચરમ સમયે મંદ ઉદય હોતાં, ચારિત્રમાં દોષનો અભાવ થવાથી, તે
મોક્ષને પામે છે.
એ રીતે ચૌદ ગુણસ્થાનોનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે માર્ગણાઓનું કથન કરવામાં આવે છેઃ
‘‘गइ इंदियेसु काये जोगे वेदे कसायणाणे
संयम दंसण लेस्सा भविया सम्मत्तसण्णि आहारे ।। (ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય,
જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંજ્ઞા અને આહાર)’’ એ રીતે ગાથામાં
કહેલા ક્રમ પ્રમાણે ગતિ આદિ ચૌદ માર્ગણા જાણવી. તે આ પ્રમાણેઃનિજ આત્માની
ઉપલબ્ધિરૂપ સિદ્ધિથી વિલક્ષણ એવી ગતિમાર્ગણા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના
ભેદથી ચાર પ્રકારની છે. ૧. અતીન્દ્રિય શુદ્ધાત્મતત્ત્વથી પ્રતિપક્ષભૂત ઇન્દ્રિયમાર્ગણા
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી પાંચ પ્રકારની છે. ૨.
અશરીરી આત્મતત્ત્વથી વિસદ્રશ એવી કાયમાર્ગણા પૃથ્વી, જળ, તેજ, વાયુ, વનસ્પતિ અને
ત્રસકાયના ભેદથી છ પ્રકારની છે. ૩. નિર્વ્યાપાર શુદ્ધાત્મપદાર્થથી વિલક્ષણ મન, વચન અને
કાયયોગના ભેદથી યોગમાર્ગણા ત્રણ પ્રકારની છે; અથવા વિસ્તારથી સત્ય, અસત્ય, ઉભય
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૧૪૧
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૪૩