Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 44 of 272
PDF/HTML Page 56 of 284

 

background image
सत्यासत्योभयानुभयभेदेन चतुर्विधो मनोयोगो वचनयोगश्च, औदारिकौदारिकमिश्र-
वैक्रियिकवैक्रियिकमिश्राहारकाहारकमिश्रकार्मणकायभेदेन सप्तविधो काययोगश्चेति समुदायेन
पञ्चदशविधा वा योगमार्गणा
वेदोदयोद्भवरागादिदोषरहितपरमात्मद्रव्याद्भिन्ना
स्त्रीपुंनपुंसकभेदेन त्रिधा वेदमार्गणा निष्कषायशुद्धात्मस्वभावप्रतिकूलक्रोध-
लोभमायामानभेदेन चतुर्विधा कषायमार्गणा, विस्तरेण कषायनोकषायभेदेन पञ्चविंशतिविधा
वा
मत्यादिसंज्ञापञ्चकं कुमत्याद्यज्ञानत्रयं चेत्यष्टविधा ज्ञानमार्गणा
सामायिकच्छेदोपस्थापनपरिहारविशुद्धिसूक्ष्मसांपराययथाख्यातभेदेन चारित्रं पञ्चविधम्,
संयमासंयमस्तथैवासंयमश्चेति प्रतिपक्षद्वयेन सह सप्तप्रकारा संयममार्गणा
चक्षुरचक्षुरवधिकेवलदर्शनभेदेन चतुर्विधा दर्शनमार्गणा कषायोदयरञ्जितयोगप्रवृत्ति-
विसदृशपरमात्मद्रव्यप्रतिपन्थिनी कृष्णनीलकापोततेजःपद्मशुक्लभेदेन षड्विधा
लेश्यामार्गणा १० भव्याभव्यभेदेन द्विविधा भव्यमार्गणा ११ अत्राह शिष्यः
અને અનુભયરૂપ ભેદથી ચાર પ્રકારના મનોયોગ છે, એ જ રીતે (સત્ય, અસત્ય, ઉભય
અને અનુભય એમ) ચાર પ્રકારના વચનયોગ છે, ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિયિક,
વૈક્રિયિકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્મણ
એવી રીતે કાયયોગના સાત પ્રકાર છે.
એ પ્રમાણે બધી મળીને પંદર પ્રકારની યોગમાર્ગણા થઈ. ૪. વેદના ઉદયથી ઉત્પન્ન થતા
રાગાદિદોષ રહિત પરમાત્મદ્રવ્યથી ભિન્ન એવી વેદમાર્ગણા સ્ત્રી, પુરુષ અને નપુંસકવેદના
ભેદથી ત્રણ પ્રકારની છે. ૫. નિષ્કષાય શુદ્ધાત્મસ્વભાવથી પ્રતિકૂળ ક્રોધ, માન, માયા અને
લોભના ભેદથી ચાર પ્રકારની કષાયમાર્ગણા છે; વિસ્તારથી કષાય અને નોકષાયના ભેદથી
પચ્ચીસ પ્રકારની કષાયમાર્ગણા છે. ૬. મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય અને કેવળજ્ઞાન તથા
કુમતિ, કુશ્રુત અને કુઅવધિ
એ રીતે આઠ પ્રકારની જ્ઞાનમાર્ગણા છે. ૭. સામાયિક,
છેદોપસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસાંપરાય અને યથાખ્યાતરૂપ ભેદથી ચારિત્ર પાંચ
પ્રકારનું તથા સંયમાસંયમ અને અસંયમ એ બે પ્રતિપક્ષરૂપ ભેદ મળીને સાત પ્રકારની
સંયમમાર્ગણા છે. ૮. ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળદર્શનના ભેદથી ચાર પ્રકારની
દર્શનમાર્ગણા છે. ૯. કષાયોદયરંજિત યોગપ્રવૃત્તિથી વિસદ્રશ (કષાયના ઉદયથી રંજિત
યોગની પ્રવૃત્તિથી વિપરીત) એવા પરમાત્મદ્રવ્યનો વિરોધ કરનારી લેશ્યામાર્ગણા કૃષ્ણ, નીલ,
કાપોત, તેજો, પદ્મ અને શુક્લલેશ્યાના ભેદથી છ પ્રકારની છે. ૧૦. ભવ્ય અને અભવ્યના
ભેદથી બે પ્રકારની ભવ્યમાર્ગણા છે. ૧૧.
१. ‘प्रतिपक्षी’ इति पाठान्तरं.
૪૪ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ