शुद्धपारिणामिकपरमभावरूपशुद्धनिश्चयेन गुणस्थानमार्गणास्थानरहिता जीवा इत्युक्तं पूर्वम्,
इदानीं पुनर्भव्याभव्यरूपेण मार्गणामध्येऽपि पारिणामिकभावो भणित इति पूर्वापरविरोधः ?
अत्र परिहारमाह — पूर्वं शुद्धपारिणामिकभावापेक्षया गुणस्थानमार्गणानिषेधः कृतः, इदानीं
पुनर्भव्याभव्यत्वद्वयमशुद्धपारिणामिकभावरूपं मार्गणामध्येऽपि घटते । ननु — शुद्धाशुद्धभेदेन
पारिणामिकभावो द्विविधो नास्ति किन्तु शुद्ध एव ? नैवं यद्यपि सामान्यरूपेणोत्सर्गव्याख्यानेन
शुद्धपारिणामिकभावः कथ्यते तथाप्यपवादव्याख्यानेनाशुद्धपारिणामिकभावोऽप्यस्ति । तथाहि —
‘‘जीवभव्याभव्यत्वानि च’’ इति तत्त्वार्थसूत्रे त्रिधा पारिणामिकभावो भणितः, तत्र शुद्ध-
चैतन्यरूपं जीवत्वमविनश्वरत्वेन शुद्धद्रव्याश्रितत्वाच्छुद्धद्रव्यार्थिकसंज्ञः शुद्धपारिणामिकभावो
भण्यते, यत्पुनः कर्मजनितदशप्राणरूपं जीवत्वं, भव्यत्वम्, अभव्यत्वं, चेति, त्रयं, तद्वि-
नश्वरत्वेन पर्यायाश्रितत्वात्पर्यायार्थिकसंज्ञस्त्वशुद्धपारिणामिकभाव उच्यते । अशुद्धत्वं कथमिति
चेत् ? यद्यप्येतदशुद्धपारिणामिकत्रयं व्यवहारेण संसारिजीवेऽस्ति तथापि ‘‘सव्वे सुद्धा हु
અહીં શિષ્ય કહે છે — શુદ્ધ પારિણામિકપરમભાવરૂપ શુદ્ધનિશ્ચયથી જીવો ગુણસ્થાન
અને માર્ગણાસ્થાનરહિત છે — એમ પહેલાં૧ કહેવામાં આવ્યું છે અને હવે અહીં માર્ગણાના
કથનમાં ભવ્ય અને અભવ્યરૂપે પારિણામિકભાવ કહ્યો. એ રીતે ત્યાં પૂર્વાપર વિરોધ આવે
છે. તેનું અહીં સમાધાન કરે છેઃ — પહેલાં શુદ્ધ પારિણામિકભાવની અપેક્ષાથી ગુણસ્થાન
અને માર્ગણાસ્થાનનો નિષેધ કર્યો હતો, પરંતુ અહીં ભવ્યત્વ અને અભવ્યત્વ એ બે, અશુદ્ધ
પારિણામિકભાવરૂપ હોવાથી, માર્ગણાના કથનમાં ઘટે છે. જો એમ કહેવામાં આવે કે ‘‘શુદ્ધ
અને અશુદ્ધના ભેદથી પારિણામિકભાવ બે પ્રકારનો નથી પણ એક શુદ્ધ જ છે,’’ તો એમ
નથી; જોકે સામાન્યરૂપે ઉત્સર્ગ વ્યાખ્યાનથી શુદ્ધ પારિણામિકભાવ કહેવામાં આવે છે, તોપણ
અપવાદ વ્યાખ્યાનથી અશુદ્ધ પારિણામિકભાવ પણ છે. જેમકે — ‘‘जीवभव्याभव्यत्वानि च’’ એ
પ્રમાણે તત્ત્વાર્થસૂત્રમાં જીવત્વ, ભવ્યત્વ, અને અભવ્યત્વરૂપ ત્રણ પ્રકારે પારિણામિકભાવ કહ્યો
છે. ત્યાં શુદ્ધ ચૈતન્યરૂપ જીવત્વ અવિનશ્વરપણાને લીધે શુદ્ધદ્રવ્યને આશ્રિત હોવાથી ‘શુદ્ધ
- દ્રવ્યાર્થિક’ એવી સંજ્ઞાવાળો શુદ્ધ પારિણામિકભાવ કહેવાય છે અને કર્મજનિત દશ પ્રાણરૂપ
જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વરૂપ ત્રણે છે, તે વિનશ્વરપણાને લીધે પર્યાયાશ્રિત હોવાથી
‘પર્યાયાર્થિક’ એવી સંજ્ઞાવાળા અશુદ્ધ પારિણામિકભાવ કહેવાય છે. પ્રશ્નઃ — અશુદ્ધપણું
કેમ? ઉત્તરઃ — જોકે આ ત્રણ અશુદ્ધ પારિણામિકભાવ વ્યવહારથી સંસારી જીવમાં છે,
તોપણ ‘‘सव्वे सुद्धा हु सुद्धणया’’ [શુદ્ધનયે સર્વ (સંસારી) જીવો ખરેખર શુદ્ધ છે]’’ એ
૧. આ ગાથાના મથાળામાં કહ્યું છે.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૪૫