सुद्धणया’’ इति वचनाच्छुद्धनिश्चयेन नास्ति त्रयं, मुक्तजीवे पुनः सर्वथैव नास्ति, इति
हेतोरशुद्धत्वं भण्यते । तत्र शुद्धाशुद्धपारिणामिकमध्ये शुद्धपारिणामिकभावो ध्यानकाले ध्येयरूपो
भवति ध्यानरूपो न भवति, कस्मात् ध्यानपर्यायस्य विनश्वरत्वात्, शुद्धपारिणामिकस्तु
द्रव्यरूपत्वादविनश्वरः, इति भावार्थः । औपशमिकक्षायोपशमिकक्षायिकसम्यक्त्वभेदेन त्रिधा
सम्यक्त्वमार्गणा मिथ्यादृष्टिसासादनमिश्रसंज्ञविपक्षत्रयभेदेन सह षड्विधा ज्ञातव्या ।१२।
संज्ञित्वासंज्ञित्वविसदृशपरमात्मस्वरूपाद्भिन्ना संज्ञ्यसंज्ञिभेदेन द्विधा संज्ञिमार्गणा ।१३।
आहारकानाहारकजीवभेदेनाहारकमार्गणापि द्विधा ।१४। इति चतुर्दशमार्गणास्वरूपं ज्ञातव्यम् ।
एवं ‘पुढविजलतेयवाऊ’’ इत्यादिगाथाद्वयेन, तृतीयगाथापादत्रयेण च ‘‘गुणजीवापज्जत्ती पाणा
सण्णा य मग्गणाओय । उवओगोवि य कमसो वीसं तु परूवणा भणिया ।१।’’ इति
गाथाप्रभृतिकथितस्वरूपं धवलजयधवलमहाधवलप्रबन्धाभिधानसिद्धान्तत्रयबीजपदं सूचितम् ।
વચનથી શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ (સંસારી જીવોમાં) એ ત્રણે ભાવ નથી અને મુક્ત
જીવમાં તો સર્વથા નથી, એ હેતુથી અશુદ્ધપણું કહેવાય છે. ત્યાં શુદ્ધ અને અશુદ્ધ
પારિણામિકભાવમાંથી ૧શુદ્ધપારિણામિકભાવ ધ્યાનના કાળે ધ્યેયરૂપ હોય છે, ધ્યાનરૂપ હોતો
નથી, કારણ કે ધ્યાનપર્યાય વિનશ્વર છે અને શુદ્ધ પારિણામિકભાવ તો દ્રવ્યરૂપ હોવાથી
અવિનશ્વર છે. આમ ભાવાર્થ છે.
ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વના ભેદથી ત્રણ પ્રકારની સમ્યક્ત્વ-
માર્ગણા — મિથ્યાદર્શન, સાસાદન અને મિશ્ર એ ત્રણ વિપરીત ભેદસહિત — છ પ્રકારની
જાણવી. ૧૨. સંજ્ઞી અને અસંજ્ઞીપણાથી વિસદ્રશ એવા પરમાત્મસ્વરૂપથી ભિન્ન
સંજ્ઞીમાર્ગણા સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદથી બે પ્રકારની છે. ૧૩. આહારક અને અનાહારક
જીવોના ભેદથી આહારમાર્ગણા પણ બે પ્રકારની છે. ૧૪.
એ રીતે ચૌદ માર્ગણાનું સ્વરૂપ જાણવું.
આ રીતે
‘‘पुढविजलतेयवाऊ’’ ઇત્યાદિ બે ગાથાથી અને ત્રીજી ગાથાના ત્રણ પાદથી
ગ્રંથકારે ધવલ - જયધવલ - મહાધવલપ્રબંધ નામના ત્રણ સિદ્ધાંતગ્રંથોના બીજપદને સૂચિત કર્યું
છે – કે જેનું સ્વરૂપ (જે બીજપદનું સ્વરૂપ) ‘‘गुणजीवापज्जत्ती पाणा सण्णा य मग्गणाओय ।
उवओगोवि य कमसो वीसं तु परूवणा भणिया ।’’ ગુણસ્થાન, જીવસમાસ, પર્યાપ્તિ, પ્રાણ, સંજ્ઞા,
ચૌદ માર્ગણા અને ઉપયોગથી – એમ ક્રમપૂર્વક વીશ પ્રરૂપણા૨ કહી છે.)’’ એ
૧. ત્રણે કાળે શુદ્ધતા પ્રગટ કરવા માટે આ દ્રવ્યરૂપ શુદ્ધ પારિણામિકભાવ આશ્રય કરવા યોગ્ય છે.
૨. ગોમ્મટસાર જીવકાંડ ગાથા – ૨.
૪૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ