‘‘सव्वे सुद्धा हु सुद्धणया’’ इति शुद्धात्मतत्त्वप्रकाशकं तृतीयगाथाचतुर्थपादेन पञ्चास्तिकाय-
प्रवचनसारसमयसाराभिधानप्राभृतत्रयस्यापि बीजपदं सूचितमिति । अत्र गुणस्थानमार्गणादिमध्ये
केवलज्ञानदर्शनद्वयं क्षायिकसम्यक्त्वमनाहारकशुद्धात्मस्वरूपं च साक्षादुपादेयं, यत्पुनश्च
शुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुचरणलक्षणं कारणसमयसारस्वरूपं तत्तस्यैवोपादेयभूतस्य
विवक्षितैकदेशशुद्धनयेन साधकत्वात्पारम्पर्येणोपादेयं शेषं तु हेयमिति । यच्चाध्यात्मग्रन्थस्य
बीजपदभूतं शुद्धात्मस्वरूपमुक्तं तत्पुनरुपादेयमेव । अनेन प्रकारेण जीवाधिकारमध्ये
शुद्धाशुद्धजीवकथनमुख्यत्वेन सप्तमस्थले गाथात्रयं गतम् ।।१३।।
अथेदानीं गाथापूर्वार्द्धेन सिद्धस्वरूपमुत्तरार्द्धेन पुनरूर्ध्वगतिस्वभावं च कथयति —
णिक्कम्मा अट्ठगुणा किंचूणा चरमदेहदो सिद्धा ।
लोयग्गठिदा णिच्चा उप्पादवएहिं संजुत्ता ।।१४।।
(ગોમ્મટસારની) ગાથા વગેરેમાં કહ્યું. ‘‘सव्वे सुद्धा हु सुद्धणया (શુદ્ધનયે સર્વ જીવો ખરેખર
શુદ્ધ છે)’’ એ ત્રીજી ગાથાના ચોથા પાદથી — કે જે શુદ્ધાત્મતત્ત્વનું પ્રકાશક છે તેનાથી —
પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર એ ત્રણ પ્રાભૃતના બીજપદને સૂચિત કર્યું છે.
અહીં ગુણસ્થાન અને માર્ગણાસ્થાન વગેરેમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન — એ બે,
ક્ષાયિકસમ્યક્ત્વ, અનાહારક શુદ્ધાત્મસ્વરૂપ સાક્ષાત્૧ ઉપાદેય છે અને શુદ્ધાત્માનાં સમ્યક્
શ્રદ્ધાન - જ્ઞાન - આચરણરૂપ કારણસમયસાર છે તે, તે જ ઉપાદેયભૂતનો (કેવળજ્ઞાનાદિનો)
વિવક્ષિત એકદેશ શુદ્ધનયની અપેક્ષાએ સાધક હોવાથી પરંપરાએ ઉપાદેય છે; એ સિવાય
બધું હેય છે. જે અધ્યાત્મ - ગ્રન્થના બીજપદભૂત શુદ્ધાત્મસ્વરૂપ કહ્યું તે તો ઉપાદેય જ છે.
આ રીતે જીવાધિકારમાં શુદ્ધ અને અશુદ્ધ જીવના કથનની મુખ્યતાથી સાતમા સ્થળે
ત્રણ ગાથા પૂરી થઈ. ૧૩.
હવે, અહીં ગાથાના પૂર્વાર્ધથી સિદ્ધોનું સ્વરૂપ અને ઉત્તરાર્ધથી તેમનો ઊર્ધ્વગમન
સ્વભાવ કહે છેઃ —
૧. પ્રગટ કરવા યોગ્ય તરીકે ઉપાદેય છે.
અષ્ટકર્મ હતિ અઠ ગુણ પાય, ચરમદેહતૈં કિછૂ ઉનાય;
લોકઅંત થિત સિદ્ધ કહાય, નિત ઉત્પાદ નાશ હૂ ભાય. ૧૪.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૪૭