निष्कर्म्माणः अष्टगुणाः किंचिदूनाः चरमदेहतः सिद्धाः ।
लोकाग्रस्थिताः नित्याः उत्पादव्ययाभ्यां संयुक्ताः ।।१४।।
व्याख्या — ‘सिद्धा’ सिद्धा भवन्तीति क्रियाध्याहारः । किं विशिष्टाः ? ‘‘णिक्कम्मा
अट्ठगुणा किंचूणा चरमदेहदो’’ निष्कर्माणोऽष्टगुणाः किञ्चिदूनाश्चरमदेहतः सकाशादिति
सूत्रपूर्वार्द्धेन सिद्धस्वरूपमुक्तम् । ऊर्ध्वगमनं कथ्यते ‘लोयग्गठिदा णिच्चा उप्पादवएहिं
संजुत्ता’’ ते च सिद्धा लोकाग्रस्थिता नित्या उत्पादव्ययाभ्यां संयुक्ताः । अतो
विस्तरः — कर्मारिविध्वंसकस्वशुद्धात्मसंवित्तिबलेन ज्ञानावरणादिमूलोत्तरगतसमस्तकर्मप्रकृति-
विनाशकत्वादष्टकर्मरहिताः ‘‘सम्मत्तणाणदंसणवीरियसुहुमं तहेव अवगहणं । अगुरुलहुअव्वबाहं
अट्ठगुणा होंति सिद्धाणं ।१। इति गाथाकथितक्रमेण तेषामष्टकर्मरहितानामष्टगुणाः कथ्यन्ते ।
ગાથા ૧૪
ગાથાર્થઃ — સિદ્ધ ભગવાન કર્મોથી રહિત છે, આઠ ગુણોના ધારક છે, અંતિમ
શરીરથી કાંઈક ન્યૂન (ઓછા) આકારવાળા છે, લોકના અગ્રભાગે સ્થિત છે, નિત્ય છે અને
ઉત્પાદ - વ્યયથી યુક્ત છે.
ટીકાઃ — ‘‘सिद्धा’’ સિદ્ધો હોય છે. એ રીતે અહીં ‘भवन्ति’ (હોય છે)’’ ક્રિયા
અધ્યાહાર છે. કેવા હોય છે? ‘‘णिकम्मा अट्ठगुणाः किंचूणा चरमदेहदो’’ કર્મોથી રહિત, આઠ
ગુણોથી સહિત, અંતિમ શરીરથી કાંઈક ન્યૂન એવા સિદ્ધ છે – હોય છે; એ પ્રમાણે ગાથાના
પૂર્વાર્ધથી સિદ્ધોનું સ્વરૂપ કહ્યું. હવે, તેમનો ઊર્ધ્વગમન સ્વભાવ કહેવામાં આવે છેઃ
‘‘लोयग्गठिदा णिच्चा उप्पादवएहिं संजुत्ता’’ તે સિદ્ધ ભગવંતો લોકના અગ્રભાગમાં સ્થિત છે,
નિત્ય છે અને ઉત્પાદ - વ્યયથી સંયુક્ત છે.
હવે વિસ્તાર કહેવામાં આવે છેઃ — કર્મશત્રુઓના વિધ્વંસક સ્વશુદ્ધાત્માની સંવિત્તિના
(સંવેદનના) બળથી જ્ઞાનાવરણાદિ મૂળ અને ઉત્તર સમસ્ત કર્મપ્રકૃતિઓનો વિનાશ કરવાને
કારણે સિદ્ધભગવાન આઠ કર્મથી રહિત છે. ‘‘सम्मत्तणाणदंसणवीरियसुहुमं तहेव अवगहणं ।
अगुरुलहुअव्वबाहं अट्ठगुणा होंति सिद्धाणं ।१। (સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, વીર્ય, સૂક્ષ્મત્વ,
અવગાહન, અગુરુલઘુ અને અવ્યાબાધ — એ આઠ ગુણો સિદ્ધોને હોય છે)’’ એ ગાથામાં૧
કહેલા ક્રમપૂર્વક, આઠ કર્મરહિત એવા તે સિદ્ધોના આઠ ગુણો કહેવામાં આવે છે.
૧. વસુનન્દી શ્રાવકાચાર ગાથા-૫૩૭
૪૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ