तथाहि — केवलज्ञानादिगुणास्पदनिजशुद्धात्मैवोपादेयं इति रुचिरूपं निश्चयसम्यक्त्वं यत्पूर्वं
तपश्चरणावस्थायां भावितं तस्य फलभूतं समस्तजीवादितत्त्वविषये विपरीताभिनिवेश-
रहितपरिणतिरूपं परमक्षायिकसम्यक्त्वं भण्यते । पूर्वं छद्मस्थावस्थायां भावितस्य
निर्विकारस्वसंवेदनज्ञानस्य फलभूतं युगपल्लोकालोकसमस्तवस्तुगतविशेषपरिच्छेदकं
केवलज्ञानम् । निर्विकल्पस्वशुद्धात्मसत्तावलोकनरूपं यत्पूर्वं दर्शनं भावितं तस्यैव फलभूतं
युगपल्लोकालोकसमस्तवस्तुगतसामान्यग्राहकं केवलदर्शनम् । कस्मिंश्चित्स्वरूपचलनकारणे जाते
सति घोरपरीषहोपसर्गादौ निजनिरञ्जनपरमात्मध्याने पूर्वं यत् धैर्यमवलम्बितं तस्यैव
फलभूतमनन्तपदार्थपरिच्छित्तिविषये खेदरहितत्वमनन्तवीर्यम् । सूक्ष्मातीन्द्रियकेवलज्ञान-
विषयत्वात्सिद्धस्वरूपस्य सूक्ष्मत्वं भण्यते । एकदीपप्रकाशे नानादीपप्रकाशवदेकसिद्धक्षेत्रे
सङ्करव्यतिकरदोषपरिहारेणानन्तसिद्धावकाशदानसामर्थ्यमवगाहनगुणो भण्यते । यदि सर्वथा
गुरुत्वं भवति तदा लोहपिण्डवदधःपतनं, यदि च सर्वथा लघुत्वं भवति तदा
‘કેવળજ્ઞાનાદિ ગુણોના સ્થાનરૂપ નિજ શુદ્ધાત્મા જ ઉપાદેય છે’ એવી રુચિરૂપ
નિશ્ચયસમ્યક્ત્વ જે પહેલાં તપશ્ચર્યાની અવસ્થામાં ભાવિત કર્યું હતું. (ભાવ્યું હતું – અનુભવ્યું
હતું) તેના ફળભૂત, સમસ્ત જીવાદિ તત્ત્વોના વિષયમાં વિપરીત - અભિનિવેશરહિત
પરિણતિરૂપ ‘પરમ ક્ષાયિકસમ્યક્ત્વ’ કહેવાય છે. ૧.
પૂર્વે છદ્મસ્થ અવસ્થામાં ભાવિત કરેલા (ભાવનામાં આવેલા, અનુભવેલા) નિર્વિકાર
સ્વસંવેદનજ્ઞાનના ફળભૂત, યુગપદ્ લોક અને અલોકની સમસ્ત વસ્તુઓના વિશેષોને
જાણનાર ‘કેવળજ્ઞાન’ છે. ૨. જે નિર્વિકલ્પ એવા સ્વશુદ્ધાત્મસત્તાના અવલોકનરૂપ દર્શન પૂર્વે
ભાવિત કર્યું હતું તેના જ ફળભૂત, યુગપદ્ લોકાલોકની સમસ્ત વસ્તુઓના સામાન્યને ગ્રહણ
કરનાર ‘કેવળદર્શન’ છે. ૩. આત્મસ્વરૂપથી ચલિત થવાનું કોઈ કારણ ઉત્પન્ન થતાં ઘોર
પરિષહ કે ઉપસર્ગાદિને વિષે નિજનિરંજન પરમાત્માના ધ્યાનમાં પૂર્વે જે ધૈર્યનું અવલંબન
કર્યું હતું તેના જ ફળભૂત, અનંત પદાર્થોને જાણવામાં ખેદના અભાવરૂપ ‘અનંતવીર્ય’
છે. ૪. સૂક્ષ્મ અતીન્દ્રિય કેવળજ્ઞાનનો વિષય હોવાને લીધે સિદ્ધોના સ્વરૂપને ‘સૂક્ષ્મત્વ’
કહેવાય છે. ૫. એક દીવાના પ્રકાશમાં જેમ અનેક દીવાનો પ્રકાશ સમાઈ જાય છે, તેમ
એક સિદ્ધના ક્ષેત્રમાં સંકર
- વ્યતિકર દોષ વિના અનંત સિદ્ધોને અવકાશ દેવાનું સામર્થ્ય તે
‘અવગાહન’ ગુણ કહેવાય છે. ૬. જો સિદ્ધ સર્વથા ગુરુ હોય તો લોઢાના પિંડની જેમ તે
નીચે પડે; અને જો સર્વથા લઘુ હોય તો પવનથી પ્રેરિત આકોલિયાના રૂની જેમ સદાય
ઊડ્યા જ કરે; પણ એમ નથી. તેથી તેમને ‘અગુરુલઘુ’ ગુણ કહેવામાં આવે છે.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૪૯
7