वाताहतार्कतूलवत्सर्वदैव भ्रमणमेव स्यान्न च तथा तस्मादगुरुलघुत्वगुणोऽभिधीयते । सहज-
शुद्धस्वरूपानुभवसमुत्पन्नरागादिविभावरहितसुखामृतस्य यदेकदेशसंवेदनं कृतं पूर्वं तस्यैव फल-
भूतमव्याबाधमनन्तसुखं भण्यते । इति मध्यमरुचिशिष्यापेक्षया सम्यक्त्वादिगुणाष्टकं भणितम् ।
विस्तररुचिशिष्यं प्रति पुनर्विशेषभेदनयेन निर्गतित्वं, निरिन्द्रियत्वं, निष्कायत्वं, निर्योगत्वं,
निर्वेदत्वं, निष्कषायत्वं, निर्नामत्वं, निर्गोत्रत्वं, निरायुषत्वमित्यादिविशेषगुणास्तथैवास्तित्व-
वस्तुत्वप्रमेयत्वादिसामान्यगुणाः स्वागमाविरोधेनानन्ता ज्ञातव्याः । संक्षेपरुचिशिष्यं प्रति
पुनर्विवक्षिताभेदनयेनानन्तज्ञानादिचतुष्टयम्, अनन्तज्ञानदर्शनसुखत्रयं, केवलज्ञानदर्शनद्वयं,
साक्षादभेदनयेन शुद्धचैतन्यमेवैको गुण इति । पुनरपि कथंभूताः सिद्धाः ? चरमशरीरात्
किञ्चिदूना भवन्ति । तत् किञ्चिदूनत्वं शरीरोपाङ्गजनितनासिकादिछिद्राणामपूर्णत्वे सति
यस्मिन्नेव क्षणे सयोगिचरमसमये त्रिंशत्प्रकृति – उदयविच्छेदमध्ये शरीरोपाङ्गनामकर्मविच्छेदो
जातस्तस्मिन्नेव क्षणे जातमिति ज्ञातव्यम् । कश्चिदाह — यथा प्रदीपस्य भाजनाद्यावरणे गते
૭. સહજશુદ્ધસ્વરૂપ – અનુભવથી ઉત્પન્ન, રાગાદિ વિભાવરહિત સુખામૃતનું એકદેશ સંવેદન
જે પહેલા કર્યું હતું તેના જ ફળીભૂત ‘અવ્યાબાધ અનંતસુખ’ કહેવામાં આવે છે. ૮. એ
પ્રમાણે મધ્યમરુચિવાળા શિષ્ય માટે સમ્યક્ત્વાદિ આઠ ગુણોનું કથન કર્યું.
વિસ્તારરુચિ શિષ્યને માટે વિશેષ ભેદનયે નિર્ગતિત્વ (ગતિરહિતપણું) નિરિન્દ્રિયત્વ
(ઇન્દ્રિયરહિતપણું), નિષ્કાયત્વ (શરીરરહિતપણું), નિર્યોગત્વ (યોગરહિતપણું), નિર્વેદત્વ
(વેદરહિતપણું), નિષ્કષાયત્વ (કષાયરહિતપણું), નિર્નામત્વ (નામરહિતપણું), નિર્ગોત્રત્વ
(ગોત્રરહિતપણું), નિરાયુષત્વ (આયુષ્યરહિતપણું) — ઇત્યાદિ વિશેષ ગુણો તેમજ અસ્તિત્વ,
વસ્તુત્વ, પ્રમેયત્વાદિ સામાન્ય ગુણો સ્વ - આગમથી અવિરોધપણે (જૈનાગમ અનુસાર) અનંત
જાણવા.
સંક્ષેપરુચિ શિષ્ય માટે વિવક્ષિત અભેદનયે (સિદ્ધને) અનંતજ્ઞાન આદિ ચાર ગુણ
અથવા અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતસુખ એ ત્રણ ગુણ અથવા કેવળજ્ઞાન અને
કેવળદર્શન એ બે ગુણ છે; સાક્ષાત્ અભેદનયથી શુદ્ધચૈતન્ય જ એક ગુણ છે.
વળી તે સિદ્ધો કેવા છે? ચરમ (અંતિમ) શરીરથી કાંઈક ન્યૂન છે. તે કિંચિત્ ન્યૂનપણું
છે તે, શરીર - ઉપાંગજનિત નાસિકાદિ છિદ્રો અપૂર્ણ હોવાથી જે ક્ષણે સયોગી ગુણસ્થાનના
ચરમ સમયે ત્રીસ પ્રકૃતિઓના ઉદયનો નાશ થયો, તેમાં શરીરોપાંગ નામકર્મનો પણ નાશ
થયો તે જ ક્ષણે થઈ ગયું એમ જાણવું. કોઈ શંકા કરે કે — જેમ દીવાને ઢાંકનાર પાત્ર આદિ
૫૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ