प्रकाशस्य विस्तारो भवति तथा देहाभावे लोकप्रमाणेन भाव्यमिति ? तत्र परिहारमाह —
प्रदीपसम्बन्धी योऽसौ प्रकाशविस्तारः पूर्वं स्वभावेनैव तिष्ठति पश्चादावरणं जातं; जीवस्य
तु लोकमात्रसंख्येयप्रदेशत्वं स्वभावो भवति यस्तु प्रदेशानां सम्बन्धी विस्तारः स स्वभावो न
भवति । कस्मादिति चेत्, पूर्वं लोकमात्रप्रदेशा विस्तीर्णा निरावरणास्तिष्ठन्ति, पश्चात्
प्रदीपवदावरणं जातमेव । तन्न, किन्तु पूर्वमेवानादिसन्तानरूपेण शरीरेणावृतास्तिष्ठन्ति ततः
कारणात्प्रदेशानां संहारो न भवति, विस्तारश्च शरीरनामकर्माधीन एव, न च स्वभावस्तेन
कारणेन शरीराभावे विस्तारो न भवति । अपरमप्युदाहरणं दीयते — यथा
हस्तचतुष्टयप्रमाणवस्त्रं पुरुषेण मुष्टौ बद्धं तिष्ठति पुरुषाभावे सङ्कोचविस्तारौ वा न करोति,
निष्पत्तिकाले सार्द्रं मृन्मयभोजनं वा शुष्कं सज्जलाभावे सति; तथा जीवोऽपि
पुरुषस्थानीयजलस्थानीयशरीराभावे विस्तारसंकोचौ न करोति । यत्रैव मुक्तस्तत्रैव तिष्ठतीति
ये केचन वदन्ति, तन्निषेधार्थं पूर्वप्रयोगादसङ्गत्वाद्बन्धच्छेदात्तथा गतिपरिणामात् चेति
દૂર થતાં, દીવાના પ્રકાશનો વિસ્તાર થઈ જાય છે; તેમ શરીરનો અભાવ થતાં સિદ્ધનો આત્મા
પણ ફેલાઈને લોકપ્રમાણ થઈ જવો જોઈએ. તેનું સમાધાન કરવામાં આવે છેઃ — દીપકના
પ્રકાશનો જે વિસ્તાર છે તે પહેલાં સ્વભાવથી જ હોય છે, પાછળથી તે દીપકને આવરણ
થયું છે; પરંતુ જીવને તો લોકપ્રમાણ અસંખ્યાતપ્રદેશીપણું સ્વભાવ છે, પ્રદેશોનો જે વિસ્તાર
તે સ્વભાવ નથી. પ્રશ્નઃ — ‘એમ શા માટે? પહેલાં જીવના લોકપ્રમાણ પ્રદેશો વિસ્તીર્ણ
( – લોકમાં ફેલાયેલા), નિરાવરણ હોય છે અને પાછળથી દીવાની જેમ આવરણ થયું છે.’
ઉત્તરઃ — એ પ્રમાણે નથી. પરંતુ જીવના પ્રદેશ તો પહેલેથી જ અનાદિ-સંતાનરૂપે શરીરથી
આવૃત્ત રહ્યા છે, તેથી (જીવના) પ્રદેશોનો સંકોચ (પાછળથી) થતો નથી. વળી વિસ્તાર
શરીરનામકર્મને આધીન જ છે, સ્વભાવ નથી; તે કારણે શરીરનો અભાવ થતાં પ્રદેશોનો
વિસ્તાર થતો નથી. અહીં અન્ય પણ ઉદાહરણ આપવામાં આવે છેઃ (૧) જેમ ચાર હાથ
લાંબું વસ્ત્ર કોઈ મનુષ્યે મુઠ્ઠીમાં રાખ્યું હોય તે, (મૂઠ્ઠી ખોલી નાખ્યા પછી) પુરુષના અભાવમાં
સંકોચ કે વિસ્તાર કરતું નથી, અથવા (૨) જેમ ભીની માટીનું વાસણ બનતી વખતે સંકોચ
અને વિસ્તારને પ્રાપ્ત થાય છે, પણ જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે જળનો અભાવ થવાથી
સંકોચ અને વિસ્તાર પામતું નથી; તેમ (મુક્ત) જીવ પણ (૧) પુરુષસ્થાનીય અથવા
(૨) જળસ્થાનીય શરીરનો અભાવ થતાં સંકોચ – વિસ્તાર પામતો નથી.
કોઈ કહે છે કે ‘‘જીવ જ્યાં મુક્ત થાય છે ત્યાં જ રહે છે’’ તેનો નિષેધ કરવા
માટે, પૂર્વના પ્રયોગથી, અસંગ હોવાથી, બંધનો છેદ થવાથી તથા ગતિ પરિણામથી – આ ચાર
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૫૧