ॐ
શ્રી સ્વાભાવિક ચિદાનન્દસ્વરૂપાય નમઃ
પ્રકાશકીય નિવેદન
આ ‘‘બૃહદદ્રવ્યસંગ્રહ’’ ૫૮ ગાથાઓનો નાનો ગ્રંથ છે, પરંતુ વિષય વિવેચનની દ્રષ્ટિએ ઘણો
ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. ગ્રન્થકારે આમાં જૈન સિદ્ધાન્તનો સાર ભરી દીધો છે. જીવના નવ
અધિકારોમાં વ્યવહાર અને નિશ્ચય — બન્ને નયોનું સંધિબદ્ધ કથન કર્યું છે.
આ ગ્રન્થમાં ત્રણ અધિકાર છે. પહેલા અધિકારમાં છ દ્રવ્ય અને પંચાસ્તિકાયનું, બીજામાં
સાત તત્ત્વ અને નવ પદાર્થોનું તથા ત્રીજામાં નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગનું પ્રતિપાદન ઉત્તમ શૈલીથી
કરવામાં આવ્યું છે. સૈદ્ધાંતિક જ્ઞાન માટે તત્ત્વાર્થસૂત્રની જેમ દ્રવ્યસંગ્રહ પણ અત્યંત ઉપયોગી ગ્રન્થ
છે, અને શ્રી સમયસાર આદિ અધ્યાત્મ-ગ્રન્થો માટે પ્રવેશિકા સમાન છે. આ ગ્રન્થના રચયિતા શ્રી
નેમિચન્દ્ર સિદ્ધાન્તદેવ મહાન્ આચાર્ય હતા અને સિદ્ધાંત તેમ જ અધ્યાત્મના-ગ્રન્થોના પારગામી હતા.
બૃહદ્દ્રવ્યસંગ્રહની માત્ર એક સંસ્કૃત ટીકા ઉપલબ્ધ છે. શ્રી બ્રહ્મદેવે આ ટીકા ઘણી સુંદર,
વિસ્તૃત અને સપ્રમાણ લખી છે. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. અનેક જૈન શાસ્ત્રોનું ગહન અધ્યયન
અને મનન કર્યું હતું. તેમને નયોનું ઉચ્ચકોટિનું જ્ઞાન હતું
પરમ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ આ ગ્રન્થ ઉપર અપૂર્વ અને ગંભીર પ્રવચનો આપ્યાં
છે. તેમાંથી પ્રેરણા પામીને આ ગુજરાતી અનુવાદ પ્રથમવાર જ પ્રસિદ્ધ થાય છે. આ પ્રેરણા બદલ
તેઓશ્રીનો અતિ અતિ ઉપકાર માનીએ છીએ.
શ્રી બ્રહ્મદેવ સંસ્કૃત ટીકા ઉપરથી આ ગુજરાતી ભાષાન્તર સદ્ધર્મપ્રેમી બ્ર. ભાઈશ્રી વ્રજલાલ
ગિરધરલાલ શાહે કરી આપેલ છે. તેઓ બી. એ. (ઓનર્સ) એસ. ટી. સી. હોવા ઉપરાંત
રાષ્ટ્રભાષારત્ન છે. તેઓ અતિ નમ્ર, વૈરાગ્યશીલ, બાલ બ્રહ્મચારી, ઉત્તમ ધાર્મિકવૃત્તિવાળા, નિઃસ્પૃહી
સજ્જન છે, વઢવાણ શહેરની હાઈસ્કૂલમાં પ્રતિષ્ઠાપ્રાપ્ત શિક્ષક છે. તેઓ દર વર્ષે બન્ને વેકેશનમાં
સોનગઢ આવીને પૂજ્ય ગુરુદેવશ્રીના કલ્યાણપથપ્રદર્શક પ્રવચનોનો તથા અધ્યાત્મચર્ચાનો લાભ લ્યે છે,
ગ્રીષ્માવકાશમાં સોનગઢમાં ચાલતા શિક્ષણવર્ગમાં વિદ્યાર્થીઓને તેમની સચોટ શૈલીથી શિક્ષણ આપે છે.
તેમણે ઘણા ગ્રન્થોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. આ શાસ્ત્રનો ગુજરાતી અનુવાદ પણ જિનવાણી પ્રત્યેની
ભક્તિવશ અત્યંત ઉલ્લાસપૂર્વક, તદ્દન નિઃસ્પૃહભાવે કરી આપ્યો છે તે માટે આ સંસ્થા તેમની અત્યંત
ૠણી છે અને ધન્યવાદ આપવા સાથે અંતઃકરણપૂર્વક તેમનો આભાર માને છે.
માનનીય મુરબ્બી શ્રી રામજીભાઈએ આખો અનુવાદ ખૂબ ઝીણવટથી તપાસી આપ્યો છે,
તેમજ ઘણી જગ્યાએ ફુટનોટો લખીને વિષયને અતિસ્પષ્ટ કર્યો છે. વળી, તેમણે પાઠ્ય-પુસ્તક તરીકે
[૪]