ઉપયોગી થઈ શકે એવું દ્રવ્યસંગ્રહ લખેલ છે, જે ઘણી જગ્યાએ ધાર્મિક શિક્ષણ-શિબિરના
અભ્યાસક્રમમાં રાખવામાં આવે છે. તે બદલ તેમનો અત્યંત આભાર માનીએ છીએ.
શ્રી પં. હિંમતભાઈએ તથા શ્રી ખીમચંદભાઈએ આખોય અનુવાદ ચીવટથી તપાસી આપ્યો
છે અને અનુવાદમાં કોઈ કોઈ સ્થળે પડતી મુશ્કેલીનો તેમના વિશાળ જ્ઞાન દ્વારા ઉકેલ કરી આપ્યો
છે. વળી શ્રી બ્ર. શ્રી ચંદુભાઈ તથા શ્રી બ્ર. ગુલાબચંદભાઈએ અનુવાદ તપાસી આપવા ઉપરાંત પ્રૂફ
સંશોધનાદિ કાર્ય પણ કરી આપ્યું છે. આ રીતે તેમણે જે અમૂલ્ય સહાય આપી છે તે બદલ તેમનો
સૌનો આભાર માનીએ છીએ.
આ શાસ્ત્રની શ્રી બ્રહ્મદેવવિરચિત સંસ્કૃતવૃત્તિ તથા તેના ગુજરાતી અનુવાદ સહિતની એક
આવૃત્તિ આ પહેલાં અન્ય સંસ્થા તરફથી પ્રકાશિત કરવામાં આવી હતી. આ શાસ્ત્ર મુમુક્ષુઓને
આત્મહિતાર્થે ખૂબ જ ઉપયોગી લાગવાથી આ સંસ્થા દ્વારા તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ રહી
છે. આશા છે કે મુમુક્ષુ સમાજ તેના સ્વાધ્યાયથી લાભાાન્વિત થશે.
શ્રી જિનેન્દ્ર પરમાત્મા દ્વારા જે વસ્તુસ્વરૂપનું સચોટ, સુસ્પષ્ટ અને નયવિભાગપૂર્વક પ્રતિપાદન
આ ગ્રન્થમાં કરવામાં આવ્યું છે તે વાંચી-વિચારી, તેના ભાવોને યથાર્થપણે અંતરમાં ઉતારીને જિજ્ઞાસુ
જીવો જ્ઞાયકસ્વભાવના આશ્રયે નિજાત્મહિત સાધો એ ભાવના.
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ- (સૌરાષ્ટ્ર)
[૫]
પૂજ્ય ગુરુદેવશ્રીનો
૧૧૯મો જન્મ-જયંતી મહોત્સવ
વૈશાખ સુદ ૨
તા. ૭-૫-૨૦૦૮