Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 15 : Pudgalanu Swaroop.

< Previous Page   Next Page >


Page 57 of 272
PDF/HTML Page 69 of 284

 

background image
व्याख्या‘‘अज्जीवो पुण णेओ’’ अजीवः पुनर्ज्ञेयः सकलविमलकेवलज्ञानदर्शनद्वयं
शुद्धोपयोगः, मतिज्ञानादिरूपो विकलोऽशुद्धोपयोग इति द्विविधोपयोगः,
अव्यक्तसुखदुःखानुभवनरूपा कर्मफलचेतना, तथैव मतिज्ञानादिमनःपर्ययपर्यन्तमशुद्धोपयोग
इति, स्वेहापूर्वेष्टानिष्टविकल्परूपेण विशेषरागद्वेषपरिणमनं कर्मचेतना, केवलज्ञानरूपा
शुद्धचेतना इत्युक्तलक्षणोपयोगश्चेतना च यत्र नास्ति स भवत्यजीव इति विज्ञेयः
‘पुण’
पुनः पश्चाज्जीवाधिकारानन्तरं ‘‘पुग्गलधम्मो अधम्म आयासं कालो’’ स च
पुद्गलधर्माधर्माकाशकालद्रव्यभेदेन पञ्चधा पूरणगलनस्वभावत्वात्पुद्गल इत्युच्यते
गतिस्थित्यवगाहवर्त्तनालक्षणा धर्माधर्माकाशकालाः, ‘‘पुग्गल मुत्तो’’ पुद्गलो मूर्त्तः
कस्मात् ? ‘‘रूवादिगुणो’’ रूपादिगुणसहितो यतः ‘‘अमुत्ति सेसा हु’’
रूपादिगुणाभावादमूर्त्ता भवन्ति पुद्गलाच्छेषाश्चत्वार इति तथाहियथा
अनन्तज्ञानदर्शनसुखवीर्यगुणचतुष्टयं सर्वजीवसाधारणं तथा रूपरसगन्धस्पर्शगुणचतुष्टयं
ટીકાઃ‘‘अज्जीवो पुण णेओ’’ વળી, અજીવ જાણવા યોગ્ય છે. સકળવિમળ
કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બન્ને શુદ્ધ ઉપયોગ છે, મતિજ્ઞાનાદિરૂપ વિકલ - અશુદ્ધ
ઉપયોગ છે; એ રીતે ઉપયોગ બે પ્રકારે છે. અવ્યક્ત સુખ - દુઃખના અનુભવરૂપ
‘કર્મફળચેતના’ છે, તેમ જ મતિજ્ઞાનથી મનઃપર્યયજ્ઞાનપર્યંત અશુદ્ધોપયોગરૂપ એવી,
સ્વઇહાપૂર્વક ઇષ્ટ
- અનિષ્ટ, વિકલ્પરૂપે વિશેષ રાગ - દ્વેષના પરિણમનરૂપ ‘કર્મચેતના’ છે,
કેવળજ્ઞાનરૂપ ‘શુદ્ધચેતના’ છે. એ રીતે ઉપર કહ્યા પ્રમાણેના લક્ષણવાળાં ઉપયોગ અને
ચેતના જ્યાં નથી તે અજીવ છે, એમ જાણવું;
‘पुण’ પછી, અર્થાત્ જીવ અધિકારની પછી
‘‘पुग्गलधम्मो अधम्म आयासं कालो’’ અને તે (અજીવ) પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને
કાળદ્રવ્યના ભેદથી પાંચ પ્રકારે છે.
પૂરણ અને ગલનનો સ્વભાવ હોવાથી પુદ્ગલ કહેવાય છે. ગતિ, સ્થિતિ, અવગાહ
અને વર્તના (હેતુરૂપ) લક્ષણવાળાં (ક્રમપૂર્વક) ધર્મ, અધર્મ, આકાશ અને કાળદ્રવ્ય છે.
‘‘पुग्गल मुत्तो’’ પુદ્ગલ મૂર્ત છે. શા માટે? ‘‘रूवादिगुणो’’ રૂપાદિ ગુણવાળું છે. માટે. ‘‘अमुत्ति
सेसा हु’’ પુદ્ગલ સિવાયનાં બાકીનાં ચાર દ્રવ્યો રૂપાદિ ગુણો વિનાનાં હોવાથી અમૂર્ત છે.
તે આ રીતે
જેમ અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્યએ ચારે ગુણ સર્વ જીવોમાં સામાન્ય છે
તેમ રૂપ, રસ, ગંધ અને સ્પર્શએ ચારે ગુણ સર્વ પુદ્ગલોમાં સામાન્ય છે અને જેમ
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૫૭
8