Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 15 : Heyaroop Ajeevadravyana Kathanani Sharooat Tatha Bhed.

< Previous Page   Next Page >


Page 56 of 272
PDF/HTML Page 68 of 284

 

background image
उपादेयभूतस्यानन्तसुखसाधकत्वादन्तरात्मोपादेयः, परमात्मा पुनः साक्षादुपादेय इत्यभिप्रायः
एवं षड्द्रव्यपञ्चास्तिकायप्रतिपादकप्रथमाधिकारमध्ये नमस्कारादिचतुर्दशगाथाभिर्नवभिरन्तर-
स्थलैर्जीवद्रव्यकथनरूपेण प्रथमोऽन्तराधिकारः समाप्तः
।।१४।।
अतः परं यद्यपि शुद्धबुद्धैकस्वभावं परमात्मद्रव्यमुपादेयं भवति तथापि
हेयरूपस्याजीवद्रव्यस्य गाथाष्टकेन व्याख्यानं करोति कस्मादिति चेत् ? हेयतत्त्वपरिज्ञाने सति
पञ्चादुपादेयस्वीकारो भवतीति हेतोः तद्यथा
अज्जीवो पुण णेओ पुग्गलधम्मो अधम्म आयासं
कालो पुग्गल मुत्तो रूवादिगुणो अमुत्ति सेसा दु (हु) ।।१५।।
अजीवः पुनः ज्ञेयः पुद्गलः धर्मः अधर्मः आकाशम्
कालः पुद्गलः मूर्त्तः रूपादिगुणः अमूर्त्ताः शेषाः तु ।।१५।।
ઉપાદેય છે અને પરમાત્મા તો સાક્ષાત્ ઉપાદેય છેએવો અભિપ્રાય છે.
આ રીતે ષડ્દ્રવ્યપંચાસ્તિકાયના પ્રતિપાદક પ્રથમ અધિકારમાં નમસ્કારગાથાદિ ચૌદ
ગાથા દ્વારા નવ અંતરસ્થળ વડે જીવદ્રવ્યના કથનરૂપે પ્રથમ અંતરાધિકાર પૂરો થયો. ૧૪.
હવે પછી, જોકે શુદ્ધ-બુદ્ધએકસ્વભાવ જેનો છે તેવું પરમાત્મદ્રવ્ય ઉપાદેય છે. તોપણ
હેયરૂપ અજીવદ્રવ્યનું આઠ ગાથા વડે વ્યાખ્યાન કરે છે. શા માટે? પહેલાં હેય તત્ત્વનું પરિજ્ઞાન
થતાં પછી ઉપાદેય તત્ત્વનો સ્વીકાર થાય છે તે કારણે. તે વ્યાખ્યાન આ પ્રમાણે છેઃ
ગાથા ૧૫
ગાથાર્થઃપુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળએ અજીવ દ્રવ્ય જાણવાં,
રૂપાદિ ગુણનું ધારક પુદ્ગલ મૂર્ત દ્રવ્ય છે અને બાકીનાં (ચાર) અમૂર્ત છે.
૧. આ પ્રગટ કરવા યોગ્ય તરીકે ઉપાદેય છે. તે પર્યાય હોવાથી આશ્રય કરવા યોગ્ય નથી. આશ્રય કરવા યોગ્ય
તો સદા નિજ ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મા જ છે. જુઓ ગાથા ૧૫ ની ભૂમિકા તથા નિયમસાર ગાથા ૫૦.
૨. આ આશ્રય કરવા યોગ્ય તરીકે સદા ઉપાદેય છે.
૩. તેનો આશ્રય છોડવા યોગ્ય હોવાથી હેય છે.
અબ અજીવકૌ સુનૌ વિલાસ, પુદ્ગલ ધર્મ અધર્મ અકાસ;
કાલ, તહાં મૂરત પુદ્ગલા, રૂપાદિક યુત, શેષ ન રલા. ૧૫.
૫૬ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ