Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 55 of 272
PDF/HTML Page 67 of 284

 

background image
यदि पुनः शक्तिरूपेणाप्यभव्यजीवे केवलज्ञानं नास्ति तदा केवलज्ञानावरणं न घटते
भव्याभव्यद्वयं पुनरशुद्धनयेनेति भावार्थः एवं यथा मिथ्यादृष्टिसंज्ञे बहिरात्मनि नयविभागेन
दर्शितमात्मत्रयं तथा शेषगुणस्थानेष्वपि तद्यथाबहिरात्मावस्थायामन्तरात्मपरमात्मद्वयं
शक्तिरूपेण भाविनैगमनयेन व्यक्तिरूपेण च विज्ञेयम्, अन्तरात्मावस्थायां तु बहिरात्मा
भूतपूर्वनयेन घृतघटवत्, परमात्मस्वरूपं तु शक्तिरूपेण भाविनैगमनयेन व्यक्तिरूपेण च
परमात्मावस्थायां पुनरन्तरात्मबहिरात्मद्वयं भूतपूर्वनयेनेति अथ त्रिधात्मानं गुणस्थानेषु
योजयति मिथ्यात्वसासादनमिश्रगुणस्थानत्रये तारतम्यन्यूनाधिकभेदेन बहिरात्मा ज्ञातव्यः,
अविरतगुणस्थाने तद्योग्याशुभलेश्यापरिणतो जघन्यान्तरात्मा, क्षीणकषायगुणस्थाने पुनरुत्कृष्टः,
अविरतक्षीणकषाययोर्मध्ये मध्यमः, सयोग्ययोगिगुणस्थानद्वये विवक्षितैकदेशशुद्धनयेन
सिद्धसदृशः परमात्मा, सिद्धस्तु साक्षात्परमात्मेति
अत्र बहिरात्मा हेयः,
છે. વળી જો અભવ્ય જીવમાં શક્તિરૂપે પણ કેવળજ્ઞાન ન હોય તો તેને કેવળજ્ઞાનાવરણ
કર્મ સિદ્ધ થતું નથી. ભવ્યપણું અને અભવ્યપણું
એ બન્ને અશુદ્ધનયની અપેક્ષાએ છે, એમ
ભાવાર્થ છે.
એ પ્રમાણે જેમ ‘મિથ્યાદ્રષ્ટિ’ સંજ્ઞાવાળા બહિરાત્મામાં નયવિભાગથી ત્રણ આત્મા
બતાવ્યા તેમ બાકીનાં ગુણસ્થાનોમાં પણ સમજવા. તે આવી રીતેબહિરાત્મઅવસ્થામાં
અંતરાત્મા અને પરમાત્માએ બન્ને શક્તિરૂપે અને ભાવિનૈગમનયથી વ્યક્તિરૂપે પણ રહે
છે, એમ જાણવું. અંતરાત્મઅવસ્થામાં બહિરાત્મા ભૂતપૂર્વનયે તથા ઘીના ઘડાની જેમ અને
પરમાત્મસ્વરૂપ શક્તિરૂપે તથા ભાવિનૈગમનયથી વ્યક્તિરૂપે પણ રહે છે. પરમાત્મ -
અવસ્થામાં અંતરાત્મા અને બહિરાત્મા બન્ને ભૂતપૂર્વનયથી રહે છે.
હવે, ત્રણે પ્રકારના આત્માઓને ગુણસ્થાનોમાં ઘટાવે છેઃ મિથ્યાત્વ, સાસાદન
અને મિશ્રએ ત્રણ ગુણસ્થાનોમાં તારતમ્યરૂપ ન્યૂનાધિક ભેદથી બહિરાત્મા જાણવો.
અવિરત ગુણસ્થાનમાં તેને યોગ્ય અશુભલેશ્યારૂપે પરિણમેલ (જીવ) જઘન્ય અંતરાત્મા
છે અને ક્ષીણકષાય ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ અંતરાત્મા છે; અવિરત અને ક્ષીણકષાય
ગુણસ્થાનની વચ્ચેનાં ગુણસ્થાનોમાં મધ્યમ અંતરાત્મા છે; સયોગી અને અયોગી
ગુણસ્થાનમાં વિવક્ષિત એકદેશશુદ્ધનયની અપેક્ષાએ સિદ્ધસદ્રશ પરમાત્મા છે અને સિદ્ધ
તો સાક્ષાત્ પરમાત્મા છે.
અહીં બહિરાત્મા હેય છે, ઉપાદેયભૂત અનંતસુખનો સાધક હોવાથી અંતરાત્મા
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૫૫