सतो देवेन्द्रादयोऽपि तत्पदाभिलाषिणः सन्तो यस्याज्ञां कुर्वन्ति स ईश्वराभिधानो भवति ।
केवलज्ञानशब्दवाच्यं गतं ज्ञानं यस्य स सुगतः, अथवा शोभनमविनश्वरं मुक्तिपदं गतः
सुगतः । ‘‘शिवं परमकल्याणं निर्वाणं १ज्ञानमक्षयम् । प्राप्तं मुक्तिपदं येन स शिवः
परिकीर्त्तितः ।१।’’ इति श्लोककथितलक्षणः शिवः । कामक्रोधादिदोषजयेनानन्त-
ज्ञानादिगुणसहितो जिनः । इत्यादिपरमागमकथिताष्टोत्तरसहस्रसंख्यनामवाच्यः परमात्मा
ज्ञातव्यः । एवमेतेषु त्रिविधात्मसु मध्ये मिथ्यादृष्टिभव्यजीवे बहिरात्मा व्यक्तिरूपेण तिष्ठति,
अन्तरात्मपरमात्मद्वयं शक्तिरूपेण भाविनैगमनयापेक्षया व्यक्तिरूपेण च । अभव्यजीवे
पुनर्बहिरात्मा व्यक्तिरूपेण अन्तरात्मपरमात्मद्वयं शक्तिरूपेणैव, न च भाविनैगमनयेनेति ।
यद्यभव्यजीवे परमात्मा शक्तिरूपेण वर्तते तर्हि कथमभव्यत्वमिति चेत् ? परमात्मशक्तेः
केवलज्ञानादिरूपेण व्यक्तिः न भविष्यतीत्यभव्यत्वं, शक्तिः पुनः शुद्धनयेनोभयत्र समाना ।
કરતા થકા જેમની આજ્ઞા માને છે તે ‘ઈશ્વર’ નામ પામે છે. કેવળજ્ઞાન શબ્દથી વાચ્ય,
‘સુ’ અર્થાત્ ઉત્તમ, ‘ગત’ અર્થાત્ જ્ઞાન જેમને છે તે ‘સુગત’ છે, અથવા જે શોભાયમાન
અવિનશ્વર મુક્તિપદને પામ્યા છે તે ‘સુગત’ છે. ‘‘शिवं परमकल्याणं निर्वाणं ज्ञानमक्षयम् । प्राप्तं
मुक्तिपदं येन स शिवः परिकीर्त्तितः ।१।’’ ( શિવ એટલે પરમકલ્યાણ, નિર્વાણ અને
અક્ષયજ્ઞાનરૂપ મુક્તિપદને જે પામ્યા છે તે ‘શિવ૨’ કહેવાય છે)’’ — એ શ્લોકમાં કહેલ
લક્ષણવાળા ‘શિવ’ છે. કામ - ક્રોધાદિ દોષનો જય કરવાથી અનંતજ્ઞાનાદિ ગુણસહિત તે
‘જિન’ છે. – ઇત્યાદિ પરમાગમમાં કહેલ એક હજાર અને આઠ નામથી વાચ્ય પરમાત્મા
જાણવા.
એ પ્રમાણે આ ત્રિવિધ આત્માઓને વિષે, મિથ્યાદ્રષ્ટિ ભવ્યજીવમાં બહિરાત્મા
વ્યક્તરૂપે રહે છે, અંતરાત્મા અને પરમાત્મા — એ બે શક્તિરૂપે રહે છે અને
ભાવિનૈગમનયની અપેક્ષાએ વ્યક્તિરૂપે પણ રહે છે. અભવ્યજીવમાં બહિરાત્મા વ્યક્તરૂપે
તથા અંતરાત્મા અને પરમાત્મા — એ બે શક્તિરૂપે જ રહે છે; ભાવિનૈગમનયની અપેક્ષાએ
પણ તેમાં અંતરાત્મા અને પરમાત્મા વ્યક્તિરૂપે રહેતી નથી. પ્રશ્નઃ — જો અભવ્યજીવમાં
પરમાત્મા શક્તિરૂપે રહે તો તેનામાં અભવ્યત્વ કેવી રીતે છે? ઉત્તરઃ — અભવ્યજીવમાં
પરમાત્મશક્તિની વ્યક્તતા કેવળજ્ઞાનાદિરૂપે નહિ થાય તેથી તેનામાં અભવ્યત્વ છે અને
શક્તિ તો ( – પરમાત્મશક્તિ તો) શુદ્ધનયની અપેક્ષાએ અભવ્ય અને ભવ્ય બન્નેમાં સમાન
१. ‘शांतम्’ इति पाठान्तरम् ।
૨. આપ્તસ્વરૂપ ગા. ૨૪
૫૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ