नयविभागेन नवाधिकारैजीवद्रव्यं ज्ञातव्यम् अथवा तदेव बहिरात्मान्तरात्मपरमात्मभेदेन त्रिधा
भवति । तद्यथा — स्वशुद्धात्मसंवित्तिसमुत्पन्नवास्तवसुखात्प्रतिपक्षभूतेनेन्द्रियसुखेनासक्तो
बहिरात्मा, तद्विलक्षणोऽन्तरात्मा । अथवा देहरहितनिजशुद्धात्मद्रव्यभावनालक्षणभेदज्ञान-
रहितत्वेन देहादिपरद्रव्येष्वेकत्वभावनापरिणतो बहिरात्मा, तस्मात्प्रतिपक्षभूतोऽन्तरात्मा । अथवा
हेयोपादेयविचारकचित्तं, निर्दोषपरमात्मनो भिन्न रागादयो दोषाः, शुद्धचैतन्यलक्षण आत्मा,
इत्युक्तलक्षणेषु चित्तदोषात्मसु त्रिषु वीतरागसर्वज्ञप्रणीतेषु अन्येषु वा पदार्थेषु यस्य
परस्परसापेक्षनयविभाजेन श्रद्धानं ज्ञानं च नास्ति स बहिरात्मा, तस्माद्विसदृशोऽन्तरात्मेति
रूपेण बहिरात्मान्तरात्मनोर्लक्षणं ज्ञातव्यम् । परमात्मलक्षणं कथ्यते — सकलविमलकेवलज्ञानेन
येन कारणेन समस्तं लोकालोकं जानाति व्याप्नोति तेन कारणेन विष्णुर्भण्यते ।
परमब्रह्मसंज्ञनिजशुद्धात्मभावनासमुत्पन्नसुखामृततृप्तस्य सत उर्वशीरम्भातिलोत्तमाभिर्देव-
कन्याभिरपि यस्य ब्रह्मचर्यव्रतं न खण्डितं स परमब्रह्म भण्यते । केवलज्ञानादिगुणैश्वर्ययुक्तस्य
એ રીતે નયવિભાગથી નવ અધિકારો દ્વારા જીવદ્રવ્ય જાણવું.
અથવા તે જ (જીવ) બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના ભેદથી ત્રણ પ્રકારનો
છે. તે આ પ્રમાણેઃ — સ્વશુદ્ધાત્મસંવિત્તિથી ઉત્પન્ન વાસ્તવિક સુખથી પ્રતિપક્ષભૂત
ઇન્દ્રિયસુખમાં આસક્ત (જીવ) બહિરાત્મા છે અને તેનાથી વિલક્ષણ જીવ અંતરાત્મા છે;
અથવા દેહરહિત નિજશુદ્ધાત્મદ્રવ્યની ભાવના જેનું લક્ષણ છે એવા ભેદજ્ઞાનથી રહિત હોવાથી
દેહાદિ પરદ્રવ્યોમાં એકત્વભાવનારૂપ પરિણમેલો જીવ બહિરાત્મા છે, તેનાથી પ્રતિપક્ષભૂત
અંતરાત્મા છે. અથવા હેય અને ઉપાદેયનો વિચાર કરનારું ‘ચિત્ત’, નિર્દોષ પરમાત્માથી
ભિન્ન રાગાદિ ‘દોષ’ અને શુદ્ધચૈતન્યલક્ષણ ‘આત્મા’; — એ ત્રણનાં તથા વીતરાગ
– સર્વજ્ઞપ્રણીત અન્ય પદાર્થોનાં જેને પરસ્પર સાપેક્ષ નયવિભાગથી શ્રદ્ધાન અને જ્ઞાન નથી
તે બહિરાત્મા છે, તેનાથી વિરુદ્ધ અંતરાત્મા છે — એ રીતે બહિરાત્મા અને અંતરાત્માનું
લક્ષણ જાણવું.
(હવે) પરમાત્માનું લક્ષણ કહેવામાં આવે છેઃ — જેથી સકળવિમળ કેવળજ્ઞાનવડે
સમસ્ત લોકાલોકને જાણે છે — વ્યાપે છે, તેથી ‘વિષ્ણુ’ કહેવાય છે. પરમબ્રહ્મ નામક
નિજશુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન સુખામૃતવડે તૃપ્ત હોવાથી ઉર્વશી, રંભા, તિલોત્તમા વગેરે
દેવકન્યાઓ વડે પણ જેમનું બ્રહ્મચર્યવ્રત ખંડિત થતું નથી, તે ‘પરમબ્રહ્મ’ કહેવાય છે.
કેવળજ્ઞાનાદિ ગુણરૂપી ઐશ્વર્યથી સહિત હોવાને લીધે દેવેન્દ્રાદિ પણ તે પદની અભિલાષા
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૫૩