व्याख्या — शब्दबन्धसौक्ष्म्यस्थौल्यसंस्थानभेदतमच्छायातपोद्योतसहिताः पुद्गलद्रव्यस्य
पर्याया भवन्ति । अथ विस्तरः — भाषात्मकोऽभाषात्मकश्च द्विविधः शब्दः ।
तत्राक्षरानक्षरात्मभेदेन भाषात्मको द्विधा भवति । तत्राप्यक्षरात्मकः संस्कृत-
प्राकृतापभ्रन्शपैशाचिकादिभाषाभेदेनार्यम्लेच्छमनुष्यादिव्यवहारहेतुर्बहुधा । अनक्षरात्मकस्तु
द्वीन्द्रियादितिर्यग्जीवेषु सर्वज्ञदिव्यध्वनौ च । अभाषात्मकोऽपि प्रायोगिकवैस्रसिकभेदेन द्विविधः ।
‘‘ततं वीणादिकं ज्ञेयं विततं पटहादिकम् । घनं तु कांस्यतालादि सुषिरं वंशादिकं विदुः ।१।’’
इति श्लोककथितक्रमेण प्रयोगे भवः प्रायोगिकश्चतुर्धा भवति । विस्रसा स्वभावेन भवो
वैस्रसिको मेघादिप्रभवो बहुधा । किञ्च शब्दातीतनिजपरमात्मभावनाच्युतेन
शब्दादिमनोज्ञमनोज्ञपञ्चेन्द्रियविषयासक्तेन च जीवेन यदुपार्जितं सुस्वरदुःस्वरनामकर्म तदुदयेन
यद्यपि जीवे शब्दो दृश्यते तथापि स जीवसंयोगेनोत्पन्नत्वाद् व्यवहारेण जीवशब्दो भण्यते,
ટીકાઃ — શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂળતા, સંસ્થાન, ભેદ, તમ, છાયા, આતપ અને
ઉદ્યોત પુદ્ગલ દ્રવ્યના પર્યાયો છે.
હવે, વિસ્તાર બતાવે છેઃ — ભાષાત્મક અને અભાષાત્મક એમ શબ્દ બે પ્રકારે છે,
ત્યાં અક્ષરરૂપ અને અનક્ષરરૂપ ભેદથી ભાષાત્મક શબ્દના બે ભેદ છે. તેમાં પણ સંસ્કૃત,
પ્રાકૃત, અપભ્રંશ, પિશાચી આદિ ભાષાના ભેદથી, આર્ય કે મ્લેચ્છ મનુષ્યોના વ્યવહારના
કારણે અક્ષરાત્મક ભાષા અનેક પ્રકારની છે. અનક્ષરાત્મક ભાષા બે ઇન્દ્રિયાદિ તિર્યંચ
જીવોમાં અને સર્વજ્ઞની દિવ્યધ્વનિમાં હોય છે. અભાષાત્મક શબ્દ પણ ‘પ્રાયોગિક’ અને
‘વૈસ્રસિક’ ના ભેદથી બે પ્રકારે છે.
‘‘ततं वीणादिकं ज्ञेयं विततं पटहादिकम् । घनं तु कांस्यतालादि
सुषिरं वंशादिकं विदुः ।। (વીણા આદિના શબ્દને ‘તત’, ઢોલ આદિના શબ્દને ‘વિતત’, મંજીરા
વગેરેના અવાજને ‘ઘન’ અને બંશી આદિના શબ્દને ‘સુષિર’ કહે છે.)૧’’ એ શ્લોકમાં કહેલા
ક્રમ – પ્રમાણે પ્રયોગથી થયેલ એવા ‘પ્રાયોગિક’ શબ્દ ચાર પ્રકારના છે. વિસ્રસા એટલે
સ્વભાવથી થયેલ એવા ‘વૈસ્રસિક’ શબ્દ વાદળાં વગેરેથી થાય છે, તે અનેક પ્રકારના છે.
વિશેષઃ — શબ્દાતીત નિજ પરમાત્માની ભાવનાથી ચ્યુત થયેલ, શબ્દાદિ મનોજ્ઞ
અને અમનોજ્ઞ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત જીવે જે સુસ્વર અને દુઃસ્વર નામનું
નામકર્મ ઉપાર્જિત કર્યું હતું તેના ઉદયથી જોકે જીવમાં શબ્દ દેખાય છે, તોપણ તે જીવના
સંયોગથી ઉત્પન્ન થયેલ હોવાથી વ્યવહારથી જીવનો શબ્દ કહેવાય છે, પરંતુ નિશ્ચયથી તો
૧. શ્રી પંચાસ્તિકાય તાત્પર્યવૃત્તિ ગાથા ૭૯ ટીકા.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૫૯