निश्चयेन पुनः पुद्गलस्वरूप एवेति । बन्धः कथ्यते — मृत्पिण्डादिरूपेण योऽसौ बहुधा बंधः
स केवलः पुद्गलबंधः, यस्तु कर्मनोकर्मरूपः स जीवपुद्गलसंयोगबंधः । किञ्च विशेष : —
कर्मबंधपृथग्भूतस्वशुद्धात्मभावनारहितजीवस्यानुपचरितासद्भूतव्यवहारेण द्रव्यबंधः, तथैवा-
शुद्धनिश्चयेन योऽसौ रागादिरूपो भावबंधः कथ्यते सोऽपि शुद्धनिश्चयनयेन पुद्गलबंध एव ।
बिल्वाद्यपेक्षया बदरादीनां सूक्ष्मत्वं, परमाणोः साक्षादिति; बदराद्यपेक्षया बिल्वादीनां स्थूलत्वं,
जगद्व्यापिनि महास्कन्धे सर्वोत्कृष्टमिति । समचतुरस्रन्यग्रोधसातिककुब्जवामन-
हुण्डभेदेनषट्प्रकारसंस्थानं यद्यपि व्यवहारनयेन जीवस्यास्ति तथाप्यसंस्थानाच्चिच्यमत्कार-
परिणतेर्भिन्नत्वान्निश्चयेन पुद्गलसंस्थानमेव; यद्यपि जीवादन्यत्र वृत्तत्रिकोणचतुष्कोणादि-
व्यक्ताव्यक्तरूपं बहुधा संस्थानं तदपि पुद्गल एव । गोधूमादिचूर्णरूपेण घृतखण्डादिरूपेण
बहुधा भेदो ज्ञातव्यः । दृष्टिप्रतिबन्धकोऽन्धकारस्तम इति भण्यते । वृक्षाद्याश्रयरूपा
તે શબ્દ પુદ્ગલસ્વરૂપ જ છે.
હવે, બંધનું કથન કરવામાં આવે છેઃ — માટીના પિંડાદિરૂપે જે આ અનેક પ્રકારનો
બંધ છે તે તો કેવળ પુદ્ગલબંધ જ છે અને જે કર્મ – નોકર્મરૂપ બંધ છે તે જીવ અને
પુદ્ગલના સંયોગરૂપ બંધ છે. વળી વિશેષઃ — કર્મબંધથી પૃથગ્ભૂત સ્વશુદ્ધાત્માની
ભાવનાથી રહિત જીવને અનુપચરિત અસદ્ભૂત વ્યવહારથી દ્રવ્યબંધ કહેવાય છે, તેમ જ
અશુદ્ધનિશ્ચયનયથી જે આ રાગાદિરૂપ ભાવબંધ કહેવાય છે, તે પણ શુદ્ધનિશ્ચયનયથી
પુદ્ગલબંધ જ છે.
બિલ્વફળ વગેરેની અપેક્ષાએ બોર વગેરેનું સૂક્ષ્મપણું છે અને પરમાણુને સાક્ષાત્
સૂક્ષ્મપણું છે. બોર વગેરેની અપેક્ષાએ બિલ્વ વગેરેનું સ્થૂળપણું છે અને ત્રણ લોકમાં વ્યાપ્ત
મહાસ્કંધને વિષે સૌથી અધિક સ્થૂળતા છે.
સમચતુરસ્ર, ન્યગ્રોધ, સાતિક, કુબ્જક, વામન અને હુંડકના ભેદથી છ પ્રકારનાં
સંસ્થાન જોકે વ્યવહારનયથી જીવને છે, તોપણ સંસ્થાનરહિત ચૈતન્યચમત્કારની પરિણતિથી
ભિન્ન હોવાથી નિશ્ચયનયથી તે સંસ્થાન પુદ્ગલનાં જ છે. જીવથી ભિન્ન જે કોઈ ગોળ,
ત્રિકોણ, ચતુષ્કોણ આદિ વ્યક્ત - અવ્યક્તરૂપ અનેક પ્રકારનાં સંસ્થાન છે તે પણ પુદ્ગલ જ
છે. ઘઉં વગેરેના ચૂર્ણરૂપ તથા ઘી, ખાંડ આદિરૂપ અનેક પ્રકારના (સંસ્થાન) ભેદ જાણવા.
દ્રષ્ટિને રોકનાર અંધકારને ‘તમ’ કહેવામાં આવે છે.
૬૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ