Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 61 of 272
PDF/HTML Page 73 of 284

 

background image
मनुष्यादिप्रतिबिम्बरूपा च छाया विज्ञेया उद्योतश्चंद्रविमाने खद्योतादितिर्यग्जीवेषु च भवति
आतप आदित्यविमाने अन्यत्रापि सूर्यकांतमणिविशेषादौ पृथ्वीकाये ज्ञातव्यः अयमत्रार्थः
यथा जीवस्य शुद्धनिश्चयेन स्वात्मोपलब्धिलक्षणे सिद्धस्वरूपे स्वभावव्यञ्जनपर्याये
विद्यमानेऽप्यनादिकर्मबंधवशात् स्निग्धरूक्षस्थानीयरागद्वेषपरिणामे सति स्वाभाविकपरमानंदैक-
लक्षणस्वास्थ्यभावभ्रष्ट नरनारकादिविभावव्यञ्जनपर्याया भवन्ति तथा पुद्गलस्यापि निश्चयनयेन
शुद्धपरमाण्ववस्थालक्षणे स्वभावव्यञ्जनपर्याये सत्यपि स्निग्धरूक्षत्वाद्बंधो भवतीति
वचनाद्रागद्वेषस्थानीयबंधयोग्यस्निग्धरूक्षत्वपरिणामे सत्युक्तलक्षणाच्छब्दादन्येऽपि आगमोक्त-
लक्षणाआकुञ्चनप्रसारणदधिदुग्धादयो विभावव्यञ्जनपर्याया ज्ञातव्याः
एवमजीवाधिकारमध्ये
पूर्वसूत्रोदितरूपादिगुणचतुष्टययुक्तस्य तथैवात्र सूत्रोदितशब्दादिपर्यायसहितस्य संक्षेपेणाणुस्कंध-
भेदभिन्नस्य पुद्गलद्रव्यस्य व्याख्यानमुख्यत्वेन प्रथमस्थले गाथाद्वयं गतम्
।।१६।।
વૃક્ષાદિના આશ્રયથી થનાર તથા મનુષ્યાદિના પડછાયારૂપ જે છે તેને છાયા જાણવી.
ચંદ્રના વિમાનમાં તથા આગિયા વગેરે તિર્યંચ જીવોમાં ઉદ્યોત હોય છે.
સૂર્યના વિમાનમાં અને બીજે પણ સૂર્યકાન્ત મણિ વગેરે વિશેષ પ્રકારના પૃથ્વીકાયમાં
આતપ જાણવો.
સારાંશ એ છે કેજેવી રીતે જીવને શુદ્ધનિશ્ચયનયથી સ્વાત્મોપલબ્ધિ જેનું લક્ષણ
છે એવા સિદ્ધસ્વરૂપ સ્વભાવવ્યંજનપર્યાય વિદ્યમાન હોવા છતાં, અનાદિ કર્મબંધના વિશે
સ્નિગ્ધરૂક્ષસ્થાનીય (
જેમ પુદ્ગલ અને પુદ્ગલ વચ્ચેના બંધમાં સ્નિગ્ધરૂક્ષત્વ નિમિત્તભૂત
હોય છે તેમ જીવ - પુદ્ગલના બંધમાં જે નિમિત્તભૂત હોય છે એવા) રાગ - દ્વેષપરિણામ થતાં
સ્વાભાવિક પરમાનંદ જેનું એક લક્ષણ છે એવા સ્વાસ્થ્યભાવથી ભ્રષ્ટ નર - નારકાદિ
વિભાવવ્યંજનપર્યાયો થાય છે; તેવી રીતે પુદ્ગલને પણ નિશ્ચયનયથી શુદ્ધપરમાણુરૂપ અવસ્થા
જેનું લક્ષણ છે એવો સ્વભાવવ્યંજનપર્યાય હોવા છતાં, ‘સ્નિગ્ધરૂક્ષપણાથી બંધ થાય છે’ એ
વચનથી રાગ
- દ્વેષસ્થાનીય બંધયોગ્ય સ્નિગ્ધરૂક્ષત્વપરિણામ થતાં, ઉપર કહેલા શબ્દાદિકથી
અન્ય પણ, આગમોક્ત લક્ષણવાળા સંકોચ - વિસ્તાર, દહીં - દૂધ વગેરે વિભાવવ્યંજનપર્યાયો
જાણવા.
આ રીતે અજીવ અધિકારને વિષે પૂર્વસૂત્રમાં કહેલા રૂપાદિ ચાર ગુણયુક્ત અને આ
સૂત્રમાં કહેલ શબ્દાદિ પર્યાયસહિત, અણુ અને સ્કંધરૂપ ભેદવાળા પુદ્ગલદ્રવ્યના
સંક્ષેપવ્યાખ્યાનની મુખ્યતાથી પ્રથમ સ્થળમાં બે ગાથાઓ પૂરી થઈ. ૧૬.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૬૧