अथ धर्मद्रव्यमाख्याति : —
गइपरिणयाण धम्मो पुग्गलजीवाण गमणसहयारी ।
तोयं जह मच्छाणं अच्छंताणेव सो णेई ।।१७।।
गतिपरिणतानां धम्मः पुद्गलजीवानां गमनसहकारी ।
तोयं यथा मत्स्यानां अगच्छतां नैव सः नयति ।।१७।।
व्याख्या — गतिपरिणतानां धर्मो जीवपुद्गलानां गमनसहकारिकारणं भवति ।
दृष्टान्तमाह — तोयं यथा मत्स्यानाम् । स्वयं तिष्ठतो नैव स नयति तानिति । तथाहि —
यथा सिद्धो भगवानमूर्त्तोऽपि निष्क्रियस्तथैवाप्रेरकोऽपि सिद्धवदनन्तज्ञानादिगुण-
स्वरूपोऽहमित्यादिव्यवहारेण सविकल्पसिद्धभक्तियुक्तानां निश्चयेन निर्विकल्पसमाधिरूप-
स्वकीयोपादानकारणपरिणतानां भव्यानां सिद्धगतेः सहकारिकारणं भवति । तथा
હવે, ધર્મદ્રવ્યનું વ્યાખ્યાન કરે છેઃ —
ગાથા ૧૭
ગાથાર્થઃ — ગમન કરવામાં પરિણત પુદ્ગલ અને જીવોને ગમનમાં સહકારી
ધર્મદ્રવ્ય છે; જેમ માછલીઓને ગમન કરવામાં જળ સહકારી છે તેમ. ગમન નહિ કરતાં
જીવ અને પુદ્ગલોને તે ( – ધર્મદ્રવ્ય) ગમન કરાવતું નથી.
ટીકાઃ — ગતિરૂપે પરિણમેલાં જીવ અને પુદ્ગલોને ગતિ કરવામાં ૧સહકારી કારણ
ધર્મદ્રવ્ય છે. તેનું દ્રષ્ટાંત કહે છેઃ જેમ માછલીઓને ગમન કરવામાં સહાયક જળ છે તેમ.
પોતાની જાતે સ્થિત હોય ( – સ્વયં ગતિ ન કરતાં હોય) તેમને ( – એવાં જીવ-પુદ્ગલોને)
તે ગમન કરાવતું નથી. તે આ પ્રમાણેઃ — જેવી રીતે સિદ્ધ ભગવાન અમૂર્ત્ત હોવા છતાં,
નિષ્ક્રિય તેમજ અપ્રેરક હોવા છતાં ‘હું સિદ્ધસમાન અનંત જ્ઞાનાદિગુણસ્વરૂપ છું’ ઇત્યાદિ
વ્યવહારથી સવિકલ્પ સિદ્ધભક્તિવાળા એવા, નિશ્ચયથી નિર્વિકલ્પસમાધિરૂપ નિજ
- ઉપાદાનકારણપરિણત જીવોને સિદ્ધગતિના સહકારી કારણ છે, તેવી રીતે નિષ્ક્રિય, અમૂર્ત્ત
૧. સહકારી કારણ = નિમિત્તકાણ.
જીવ રુ પુદ્ગલ ગમન કરાહિ, સહકારી તબ ગિનિયે તાહિ;
ધર્મદ્રવ્ય જિમ જલ માછલા, બૈઠેકૂં ન ચલાવૈ બલા. ૧૭.
૬૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ