Chha Dhala (Gujarati). Gatha: 14 (uttarardh) (Dhal 3).

< Previous Page   Next Page >


Page 84 of 205
PDF/HTML Page 106 of 227

 

background image
ગાથા ૧૪ (ઉત્તરાર્ધા)
છ અનાયતન દોષ અને ત્રણ મૂઢતા દોષ
કુગુરુ-કુદેવ-કુવૃષસેવકકી, નહિં પ્રશંસ ઉચરૈ હૈ,
જિનમુનિ જિનશ્રુત વિન કુગુરાદિક, તિન્હૈં ન નમન કરે હૈં. ૧૪.
અન્વયાર્થ[સમ્યગ્દ્રષ્ટિ જીવ] (કુગુરુ-કુદેવ-કુવૃષસેવકકી)
કુગુરુ, કુદેવ, કુધર્મ, કુગુરુસેવક, કુદેવસેવક અને કુધર્મસેવકની
(પ્રશંસ) પ્રશંસા (નહિં ઉચરૈ હૈ) કરતો નથી. (જિન) જિનેન્દ્રદેવ
(મુનિ) વીતરાગ મુનિ [અને] (જિનશ્રુત) જિનવાણી (વિન)
સિવાય [જે] (કુગુરાદિક) કુગુરુ, કુદેવ, કુધર્મ (તિન્હૈં) તેને
(નમન) નમસ્કાર (ન કરે હૈ) કરતો નથી.
ભાવાર્થ૧-કુગુરુ, ૨-કુદેવ, ૩-કુધર્મ, ૪-કુગુરુસેવક,
૫-કુદેવસેવક, અને ૬-કુધર્મસેવક, એ છ અનાયતન (ધર્મના
અસ્થાન) દોષ કહેવાય છે. તેની ભક્તિ, વિનય અને પૂજન વગેરે
તો દૂર રહો પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ તેની પ્રશંસા પણ કરતા નથી,
કારણ કે તેની પ્રશંસા કરવાથી પણ સમ્યક્ત્વમાં દોષ લાગે છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવ જિનેન્દ્રદેવ, વીતરાગ મુનિ અને જિનવાણી
સિવાય કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર વગેરેને [ભય, આશા, લોભ
અને સ્નેહ વગેરેથી પણ] નમસ્કાર કરતા નથી, કારણ કે તેને
નમસ્કાર કરવામાત્રથી પણ સમ્યક્ત્વ દૂષિત થઈ જાય છે અર્થાત્
કુગુરુ-સેવા કુદેવ-સેવા અને કુધર્મ-સેવા એ ત્રણ સમ્યક્ત્વના
મૂઢતા નામના દોષ છે. ૧૪.
૮૪ ][ છ ઢાળા