(સો) તે (નિજ) પોતાના આત્માને (જાનૈ) ઓળખે છે; [જો જીવ
તેનું] (મદ) અભિમાન (ધારૈ) કરે છે તો (યહી) એ ઉપર કહેલ
મદ (વસુ) આઠ (દોષ) દોષરૂપે થઈને, (સમકિતકૌ) સમ્યક્ત્વ-
સમ્યગ્દર્શનમાં (મલ) દોષ (ઠાનૈ) કરે છે.
પુરુષ હોવાથી, (હું રાજકુમાર છું વગેરે) અભિમાન કરવું તે
કુળમદ છે. (૨) મામા વગેરે માતૃપક્ષના રાજા વગેરે પ્રતાપી
વ્યક્તિ હોવાનું અભિમાન કરવું તે જાતિમદ છે. (૩) શરીરની
સુંદરતાનો ગર્વ કરવો તે રૂપમદ છે. (૪) પોતાની વિદ્યા (કલા-
કૌશલ્ય અથવા શાસ્ત્રજ્ઞાન)નું અભિમાન કરવું તે જ્ઞાન (વિદ્યા)
મદ છે. (૫) પોતાના ધન-દૌલતનો ગર્વ કરવો તે ધન
(ૠદ્ધિ)નો મદ છે. (૬) પોતાના શરીરની તાકાતનો ગર્વ કરવો
તેને બલમદ કહે છે. (૭) પોતાના વ્રત, ઉપવાસ વગેરે તપનો
ગર્વ કરવો તે તપમદ છે તથા (૮) પોતાની મોટાઈ અને
આજ્ઞાનું અભિમાન કરવું તે પ્રભુતા (પૂજા) મદ કહેવાય છે. ૧-
કુલ, ૨-જાતિ, ૩-રૂપ (શરીર), ૪-જ્ઞાન (વિદ્યા), ૫-ધન
(ૠદ્ધિ), ૬-બલ, ૭-તપ, ૮-પ્રભુતા (પૂજા) આ આઠ મદદોષ
કહેવાય છે. જે જીવ આ આઠનો ગર્વ કરતો નથી તે જ જીવ
આત્માની પ્રતીતિ (શુદ્ધ સમ્યક્ત્વની પ્રાપ્તિ) કરી શકે છે. જો
તેનો ગર્વ કરે છે તો એ મદ સમ્યગ્દર્શનના આઠ દોષ થઈને
તેને દૂષિત કરે છે. (૧૩ ઉત્તરાર્ધ તથા ૧૪ પૂર્વાર્ધ.)