Chha Dhala (Gujarati). Triji Dhalano Saransh.

< Previous Page   Next Page >


Page 90 of 205
PDF/HTML Page 112 of 227

 

background image
માટે પહેલું પગથિયું છે. આ વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યક્પણાને
પામતાં નથી, એટલે કે જ્યાં સુધી સમ્યક્દર્શન ન થાય ત્યાં સુધી
જ્ઞાન તે મિથ્યાજ્ઞાન અને ચારિત્ર તે મિથ્યાચારિત્ર કહેવાય છે,
સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર કહેવાતાં નથી. માટે દરેક આત્મ-
હિતેચ્છુએ આવું પવિત્ર સમ્યગ્દર્શન અવશ્ય ધારણ કરવું જોઈએ.
પંડિત દૌલતરામજી પોતાના આત્માને સંબોધીને કહે છે કે, હે
વિવેકી આત્મા
! તું આવા પવિત્ર સમ્યગ્દર્શનના સ્વરૂપને જાતે
સાંભળીને બીજા અનુભવી જ્ઞાની પાસેથી પ્રાપ્ત કરવામાં સાવધાન
થા, તારા અમૂલ્ય મનુષ્યજીવનને ફોગટ ન ગુમાવ. આ જન્મમાં
જ જો સમ્યક્ત્વ ન પામી શક્યો તો પછી મનુષ્ય પર્યાય વગેરે
સારા યોગ ફરીફરી પ્રાપ્ત થતા નથી. ૧૭.
ત્રીજી ઢાળનો સારાંશ
આત્માનું કલ્યાણ, સુખ પ્રાપ્ત કરવામાં છે. આકુળતા (ચિંતા,
ક્લેશ)નું મટી જવું તે સાચું સુખ છે. મોક્ષ જ સુખરૂપ છે; એટલા
માટે દરેક આત્મહિતેચ્છુએ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
નિશ્ચયસમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન-સમ્યક્ચારિત્ર એ ત્રણેની
એકતા મોક્ષમાર્ગ કહેવાય છે. તેનું કથન બે પ્રકારે છે. નિશ્ચય-
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તો ‘ખરેખર’ મોક્ષમાર્ગ છે અને
વ્યવહારસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ નથી પણ ખરેખર
બંધમાર્ગ છે; પણ નિશ્ચયમોક્ષમાર્ગમાં સહચર હોવાથી તેને
વ્યવહારમોક્ષમાર્ગ કહેવાય છે.
આત્માનું પરદ્રવ્યોથી ભિન્નપણાનું યથાર્થ શ્રદ્ધાન તે
૯૦ ][ છ ઢાળા