એકરૂપ ભાવને સામાન્ય કહે છે.
સિદ્ધઃ – આઠ ગુણો સહિત તથા આઠ કર્મો અને શરીરરહિત
પરમેષ્ઠી.
સંવેગઃ – સંસારથી ભય થવો અને ધર્મ તથા ધર્મના ફળમાં પરમ
ઉત્સાહ થવો, તથા સાધર્મી અને પંચપરમેષ્ઠીમાં પ્રીતિ,
તેને પણ સંવેગ કહે છે.
નિર્વેદઃ – સંસાર, શરીર અને ભોગમાં સમ્યક્પ્રકારે ઉદાસીનપણું
અર્થાત્ વૈરાગ્ય.
અંતર-પ્રદર્શન
૧. અનાયતનમાં તો કુદેવ વગેરેની પ્રશંસા કરવામાં આવે છે; પણ
મૂઢતામાં તો તેમની સેવા, પૂજા અને વિનય કરવામાં આવે છે.
૨. માતાના વંશને જાતિ કહેવામાં આવે છે અને પિતાના વંશને
કુળ કહેવાય છે.
૩. ધર્મદ્રવ્ય તો છ દ્રવ્યમાનું એક દ્રવ્ય છે, અને ધર્મ તે વસ્તુનો
સ્વભાવ અથવા ગુણ છે.
૪. નિશ્ચયનય વસ્તુના અસલી સ્વરૂપને બતાવે છે. વ્યવહારનય
સ્વદ્રવ્ય-પરદ્રવ્ય વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિકને
કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે. માટે એવા જ શ્રદ્ધાનથી
મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો.
(મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી પા. ૨૫૫)
૫. નિકલ પરમાત્મા આઠે કર્મોથી રહિત છે અને સકલ પરમાત્માને
ચાર અઘાતિ કર્મો હોય છે.
૯૬ ][ છ ઢાળા