ભાવાર્થઃ — સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન જોકે એકસાથે
પ્રગટે છે તોપણ તે બન્ને જુદા જુદા ગુણના પર્યાયો છે.
સમ્યગ્દર્શન શ્રદ્ધાગુણનો શુદ્ધપર્યાય છે, અને સમ્યગ્જ્ઞાન
જ્ઞાનગુણનો શુદ્ધપર્યાય છે, વળી સમ્યગ્દર્શનનું લક્ષણ વિપરીત
અભિપ્રાય રહિત તત્ત્વાર્થશ્રદ્ધાન છે અને સમ્યગ્જ્ઞાનનું લક્ષણ
સંશય આદિ દોષ રહિત સ્વ-પરનો યથાર્થપણે નિર્ણય છે.-એ રીતે
બેઉનાં લક્ષણ જુદાં જુદાં છે. વળી સમ્યગ્દર્શન નિમિત્તકારણ છે,
અને સમ્યગ્જ્ઞાન નૈમિત્તિક કાર્ય છે. આમ તે બંનેમાં કારણ-
કાર્યભાવથી પણ તફાવત છે.
પ્રશ્નઃ — જ્ઞાન-શ્રદ્ધાન તો યુગપત્ (એકસાથે) હોય છે, તો
તેમાં કારણ-કાર્યપણું કેમ કહો છો?
ઉત્તરઃ — ‘એ હોય તો એ હોય’ એ અપેક્ષાએ
કારણકાર્યપણું હોય છે. જેમ દીપક અને પ્રકાશ બંને યુગપત્ હોય
છે, તોપણ દીપક હોય તો પ્રકાશ હોય; તેથી દીપક કારણ છે અને
પ્રકાશ કાર્ય છે. એ જ પ્રમાણે જ્ઞાન-શ્રદ્ધાન પણ છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૯૧)
જ્યાં સુધી સમ્યગ્દર્શન થતું નથી ત્યાં સુધીનું જ્ઞાન
સમ્યગ્જ્ઞાન કહેવાતું નથી. આમ હોવાથી સમ્યગ્દર્શન તે
સમ્યગ્જ્ઞાનનું કારણ છે.*
*पृथगाराधनमिष्टं दर्शनसहभाविनोऽपि बोधस्य ।।
लक्षणभेदेन यतो, नानात्वं संभवत्यनयोः ।।३२।।
ચોથી ઢાળ ][ ૧૦૧