જગતમાં (જ્ઞાન સમાન) સમ્યગ્જ્ઞાનના જેવો (આન) બીજો કોઈ
પદાર્થ (સુખકો) સુખનું (ન કારણ) કારણ નથી. (ઇહિ) આ
સમ્યગ્જ્ઞાન જ (જન્મજરામૃતિરોગ) જન્મ-જરા અને મરણના
રોગોને (નિવારન) દૂર કરવાને માટે (પરમામૃત) ઉત્કૃષ્ટ અમૃત
સમાન છે.
ભાવાર્થઃ — ૧. જે જ્ઞાન ત્રણકાળ અને ત્રણલોકવર્તી સર્વ
પદાર્થોને (અનંતધર્માત્મક સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયોને) પ્રત્યેક
સમયમાં યથાસ્થિત, પરિપૂર્ણરૂપથી સ્પષ્ટ અને એકસાથે જાણે છે
તે જ્ઞાનને કેવળજ્ઞાન કહે છે. જે સકલપ્રત્યક્ષ છે.
૨. દ્રવ્ય, ગુણ અને પર્યાયોને કેવળી ભગવાન જાણે છે
પણ તેના અપેક્ષિત ધર્મોને જાણી શકતા નથી – એવું માનવું તે
અસત્ય છે. વળી તે અનંતને અથવા માત્ર પોતાના આત્માને જ
જાણે છે, પરંતુ સર્વને ન જાણે — એવું માનવું તે પણ ન્યાય-
વિરુદ્ધ છે. કેવળી ભગવાન સર્વજ્ઞ હોવાથી અનેકાન્તસ્વરૂપ
પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જાણે છે. (લઘુ જૈ. સિ. પ્ર. પ્રશ્ન ૮૭)
૩. આ સંસારમાં સમ્યગ્જ્ઞાન જેવી સુખદાયક અન્ય કોઈ
વસ્તુ નથી. આ સમ્યગ્જ્ઞાન જ જન્મ-જરા અને મૃત્યુરૂપી ત્રણ
રોગોનો નાશ કરવા માટે ઉત્તમ અમૃત સમાન છે.
જ્ઞાની અને અજ્ઞાનીના કર્મનાશના વિષયમાં તફાવત
કોટિ જન્મ તપ તપૈં, જ્ઞાન વિન કર્મ ઝરૈં જે,
જ્ઞાનીકે છિનમેં, ત્રિગુપ્તિતૈં સહજ ટરૈં તે;
ચોથી ઢાળ ][ ૧૦૫