ભાવાર્થઃ — આત્મહિતૈષી જીવનું કર્તવ્ય છે કે ધન, ઘર,
દુકાન, કીર્તિ, નીરોગ શરીરાદિ, પુણ્યના ફળ છે, તેનાથી પોતાને
લાભ છે તથા તેના વિયોગથી પોતાને નુકશાન છે એમ ન માનો;
કેમકે પરપદાર્થ સદા ભિન્ન છે, જ્ઞેયમાત્ર છે, તેમાં કોઈને અનુકૂળ
અથવા પ્રતિકૂળ, ઇષ્ટ અથવા અનિષ્ટ ગણવા તે માત્ર જીવની
ભૂલ છે, માટે પુણ્ય-પાપના ફળમાં હર્ષ-શોક કરવો નહિ.
જો કોઈપણ પર પદાર્થને જીવ, ખરેખર ભલા-બૂરા માને તો
તેના પ્રત્યે રાગ-દ્વેષ અને મમત્વ થયા વિના રહે નહિ. જેણે
ચોથી ઢાળ ][ ૧૧૩