ઉપલક દ્રષ્ટિએ જોનારને નીચેની બે શંકા થવાનો સંભવ
છેઃ –
૧. આવા કથન સાંભળવાથી કે વાંચવાથી લોકોને ઘણું
નુકસાન થવા સંભવે છે (૨) હાલ લોકો જે કાંઈ વ્રત, પચખાણ,
પ્રતિક્રમણાદિ ક્રિયા કરે છે તે છોડી દેશે.
તેનો ખુલાસો નીચે પ્રમાણે છેઃ –
સત્યથી કોઈ પણ જીવને નુકસાન થાય એમ કહેવું તે
ભૂલભરેલું છે અર્થાત્ અસત્ કથનથી લોકોને લાભ થાય એમ
માનવા બરાબર થાય છે. સત્ સાંભળવાથી કે વાંચવાથી જીવોને
કદી નુકસાન થાય જ નહિ અને વ્રત – પચખાણ કરનારાઓ જ્ઞાની
છે કે અજ્ઞાની છે તે જાણવાની જરૂર છે. જો તેઓ અજ્ઞાની હોય
તો તેને સાચાં વ્રતાદિ હોતાં જ નથી તેથી તે છોડવાનો પ્રશ્ન
જ નથી. જો વ્રત કરનાર જ્ઞાની હશે તો છદ્મસ્થ દશામાં તે વ્રત
છોડી અશુભમાં જશે તેમ માનવું ન્યાયવિરુદ્ધ છે. પરંતુ એમ બને
કે તે ક્રમે ક્રમે શુભભાવને ટાળી શુદ્ધને વધારે. પણ તે તો લાભનું
કારણ છે, નુકસાનનું કારણ નથી. માટે સત્ય કથનથી કોઈને
નુકસાન થાય નહિ. આ કથનનું મનન કરવાની ખાસ જરૂર છે.
જિજ્ઞાસુઓ કંઈ વિશેષ સ્પષ્ટ ખુલાસાથી સમજી શકે તે વાત
લક્ષમાં રાખીને બ્રહ્મચારી ભાઈશ્રી ગુલાબચંદજીએ યથાશક્ય
શુદ્ધિ – વૃદ્ધિ કરી છે.
કાર્તિક સુદ ૧૫, સં. ૨૦૧૮
સોનગઢ (સૌરાષ્ટ્ર)રામજી માણેકચંદ દોશી (પ્રમુખ)
શ્રી દિ. જૈન સ્વા૦ મંદિર ટ્રસ્ટ
[ ૧૨ ]