Chha Dhala (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 227

 

background image
પણ અજ્ઞાની તેનાથી ધર્મ થશે એમ માને છે અને જ્ઞાનીને
બુદ્ધિમાં તે હેય હોવાથી તેનાથી કદી ધર્મ ન થાય એમ તે
માને છે.
૪. આ ઉપરથી ધર્મીને શુભ ભાવ હોતો જ નથી એમ
સમજવું નહીં, પણ શુભ ભાવને ધર્મ કે તેથી ક્રમે ક્રમે ધર્મ
થશે એમ તે માનતો નથીકેમ કે અનંત વીતરાગોએ તેને
બંધનું કારણ કહ્યું છે.
૫. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં,
પરિણમાવી શકે નહીં, પ્રેરણા કરી શકે નહીં, લાભનુકસાન
કરી શકે નહીં, પ્રભાવ પાડી શકે નહીં, અસર, મદદ કે
ઉપકાર કરી શકે નહીં, મારી
જીવાડી શકે નહીં. એવી દરેક
દ્રવ્ય-ગુણ-પર્યાયની સંપૂર્ણ સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ
પોકારી
પોકારીને કહી છે.
૬. જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ
હોય પછી વ્રત હોય; હવે સમ્યક્ત્વ તો સ્વ-પરનું શ્રદ્ધાન થતાં
થાય છે, તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે;
માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દ્રષ્ટિ થવું.
૭. પહેલે ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને શાસ્ત્રનો અભ્યાસ,
વાંચનમનન, જ્ઞાની પુરુષનો ધર્મોપદેશ સાંભળવો, નિરંતર
તેમના સમાગમમાં રહેવું, દેવદર્શન, પૂજા, ભક્તિ, દાન વગેરે
શુભ ભાવો હોય છે; પરંતુ પહેલે ગુણસ્થાને સાચાં વ્રત, તપ
વગેરે હોતાં નથી.
[ ૧૧ ]