Chha Dhala (Gujarati). Bija Vishyo Pathakone Vinnati.

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 227

 

background image
બીજા વિષયો
આ પુસ્તકમાં બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા વગેરે
વિષયોનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. બહિરાત્મા તે
મિથ્યાદ્રષ્ટિનું બીજું નામ છે, કેમ કે બહારના સંયોગ
વિયોગ,
શરીર, રાગ, દેવશાસ્ત્રગુરુ આદિથી ખરેખર (પરમાર્થ)
પોતાને લાભ થાય એમ તે માને છે. અંર્તઆત્મા તે
સમ્યગ્દ્રષ્ટિનું બીજું નામ છે; કેમકે પોતાના અંતરથી જ એટલે
કે મારા ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષે જ મને લાભ થઈ
શકે એમ તે માને છે. પરમાત્મા તે આત્માની સંપૂર્ણ શુદ્ધ
અવસ્થા છે. આ સિવાય બીજા અનેક વિષયો આ ગ્રંથમાં
લેવામાં આવ્યા છે; તે બધા કાળજીપૂર્વક સમજવાની જરૂર છે.
પાઠકોને વિનંતી
પાઠકોએ આ પુસ્તકનો સૂક્ષ્મ દ્રષ્ટિથી અભ્યાસ કરવો;
કેમ કે સત્શાસ્ત્રનો ધર્મબુદ્ધિ વડે અભ્યાસ તે સમ્યગ્દર્શનનું
કારણ છે; આ ઉપરાંત શાસ્ત્રાભ્યાસમાં નીચેની બાબતો ખાસ
ખ્યાલમાં રાખવીઃ
૧. સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે.
૨. સમ્યગ્દર્શન પામ્યા સિવાય કોઈ પણ જીવને સાચાં
વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન વગેરે હોય નહીં.
કેમકે તે ક્રિયા પ્રથમ પાંચમે ગુણસ્થાને શુભભાવરૂપે હોય છે.
૩. શુભભાવ જ્ઞાની અને અજ્ઞાની એ બંનેને થાય છે.
[ ૧૦ ]