માને છે તથા તે કરતાં કરતાં ભવિષ્યમાં નિશ્ચય (શુદ્ધભાવ
હોય છે. કોઈ વખતે નિશ્ચય (શુદ્ધ ભાવ) મુખ્યપણે હોય છે
કોઈ વખતે વ્યવહાર (શુભભાવ) મુખ્યપણે હોય છે. આનો
અર્થ એવો છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે
તેનું નામ નિશ્ચયપર્યાય (શુદ્ધતા) છે, અને તેમાં સ્થિર રહી
શકે નહિ ત્યારે સ્વલક્ષે અશુભભાવ ટાળી શુભમાં રહે અને
તે શુભને ધર્મ માને નહીં, તેને વ્યવહારપર્યાય (શુભપર્યાય)
કહેવામાં આવે છે; કેમકે તે જીવને શુભપર્યાય થોડા વખતમાં
ટળી શુદ્ધપર્યાય પ્રગટે છે; આ અપેક્ષા લક્ષમાં રાખી વ્યવહાર
સાધક અને નિશ્ચય સાધ્ય
ક્રમે ક્રમે શુદ્ધ પર્યાય થતો જાય. આ બન્ને પર્યાયો હોવાથી
તે પર્યાયાર્થિકનયનો વિષય છે. આ ગ્રંથમાં કેટલેક ઠેકાણે
નિશ્ચય અને વ્યવહાર એવા શબ્દો વાપરવામાં આવ્યા છે, ત્યાં
તેનો આ અર્થ સમજવો. વ્યવહાર (શુભભાવ)નો વ્યય તે
સાધક અને નિશ્ચય (શુદ્ધભાવ)નો ઉત્પાદ તે સાધ્ય એવો તેનો
અર્થ થાય છે; તેને ટૂંકામા ‘વ્યવહાર સાધક, નિશ્ચય સાધ્ય’
એમ પર્યાયાર્થિકનયે કહેવામાં આવે છે.