નહિ ત્યારે તેને શુભભાવરૂપ અણુવ્રત કે મહાવ્રત હોય છે,
પણ તેમાં થતા શુભ ભાવને તે ધર્મ માનતા નથી; તે વગેરેનું
સ્વરૂપ છઠ્ઠી ઢાળમાં કહ્યું છે.
‘નિશ્ચય’ કહેવામાં આવે છે, આત્માનો તે ત્રિકાળી સામાન્ય
સ્વભાવ દ્રવ્યાર્થિકનયે આત્માનું સ્વરૂપ છે, ત્રિકાળી શુદ્ધતા
તરફના વલણથી જીવનો જે શુદ્ધ પર્યાય પ્રગટે છે તે શુદ્ધ
પર્યાયને ‘વ્યવહાર’ કહેવામાં આવે છે, તે સદ્ભૂત વ્યવહાર
છે. અને અવસ્થામાં જે વિકાર કે રાગનો અંશ રહે છે તે
પર્યાય જીવનો અસદ્ભૂત વ્યવહાર છે; અસદ્ભૂત વ્યવહાર
જીવનું પરમાર્થ સ્વરૂપ નહિ હોવાથી ટળી શકે છે, અને તેથી
નિશ્ચયનયે તે જીવનું સ્વરૂપ નથી એમ સમજવું.