Chha Dhala (Gujarati). Samyagdrashtini Bhavana Samyak Charitra Tatha Maha Vrat.

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 227

 

background image
આ સ્થિતિમાં મહાપાપરૂપ મિથ્યાત્વ ટાળવાનો ઉપદેશ તેઓ
ક્યાંથી આપી શકે? તેઓ ‘પુણ્ય’ને ધર્મમાં સહાયક માની તેના
ઉપદેશની મુખ્યતા કરે છે; એ પ્રમાણે ધર્મને નામે મહા
મિથ્યાત્વરૂપી પાપને અવ્યકત રીતે પોષે છે. આ ભૂલ જીવ ટાળી
શકે તે માટે સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન તથા સમ્યગ્જ્ઞાન અને
મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ આ ગ્રંથની ત્રીજી અને ચોથી ઢાળમાં આપેલ
છે. આનો અર્થ એવો નથી કે શુભને બદલે અશુભભાવ જીવે
કરવા; પણ શુભ ભાવને ધર્મ કે ધર્મમાં સહાયક માનવો નહીં,
નીચલી અવસ્થામાં શુભ ભાવ થયા વિના રહે નહીં, પણ તેને
ધર્મ માનવો તે મિથ્યાત્વરૂપ મહાપાપ છે.
સમ્યગ્દ્રષ્ટિની ભાવના
પાંચમી ઢાળમાં બાર ભાવનાનું સ્વરૂપ આપ્યું છે;
સમ્યગ્દ્રષ્ટિ જીવને જ આ ખરી ભાવના હોય છે.
સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે, તેથી સમ્યગ્દ્રષ્ટિ
જીવને જ આ બાર પ્રકારની ભાવના હોય છે; તેમાં જે શુભ
ભાવ થાય છે તેને તે ધર્મ માનતા નથી પણ બંધનું કારણ માને
છે, જેટલો રાગ ટળે છે તથા સમ્યગ્દર્શન
જ્ઞાનની જે દ્રઢતા થાય
છે તેને તે ધર્મ માને છે, તેથી તેને સંવરનિર્જરા થાય છે.
અજ્ઞાનીઓ તો શુભ ભાવને ધર્મ અથવા ધર્મમાં સહાયક માને
છે તેથી તેમને આ ખરી ભાવના હોતી નથી.
સમ્યક્ચારિત્ર તથા મહાવ્રત
સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે તેને
[ ૭ ]