મિથ્યાત્વનું મહાપાપ
ઉપર કહ્યું તે બધાનું મૂળ કારણ પોતાના સ્વરૂપની જીવને
ભ્રમણા છે. પરનું હું કરી શકું, પર મારું કરી શકે, પરથી મને
લાભ થાય, પરથી મને નુકશાન થાય – એવી મિથ્યા માન્યતાનું
નિત્ય અપરિમિત મહાપાપ દરેક ક્ષણે જીવ સેવ્યા કરે છે; તે
મહાપાપને શાસ્ત્રીય પરિભાષામાં મિથ્યાદર્શન કહેવામાં આવે છે.
તેના ફળ તરીકે ક્રોધ, માન, માયા, લોભ જે પરિમિત પાપ છે
તેને તીવ્ર કે મંદપણે સેવે છે. જીવો ક્રોધાદિકને પાપ ગણે છે,
પણ તેનું મૂળિયું મિથ્યાદર્શનરૂપ મહાપાપ છે તેને તેઓ
ઓળખતા નથી, તો પછી તેને ટાળે ક્યાંથી?
વસ્તુનું સ્વરૂપ
વસ્તુસ્વરૂપ કહો કે જૈનધર્મ કહો, તે બંને એક જ છે.
તેનો વિધિ એવો છે કે – પહેલાં મોટું પાપ છોડાવી પછી નાનું
પાપ છોડાવે છે, માટે મહાપાપ શું અને નાનું પાપ શું તે
પ્રથમ સમજવાની ખાસ જરૂર છે.
૧ – જુગાર, ૨ – માંસભક્ષણ, ૩ – મદિરાપાન, ૪ – વેશ્યા-
ગમન, ૫ – શિકાર, ૬ – પરનારીનો સંગ અને ૭ – ચોરી. — એ
સાત જગતમાં મોટા વ્યસનો ગણાય છે, પણ એ સાતે વ્યસનો
કરતાં મિથ્યાત્વ તે મહાપાપ છે, તેથી તેને પ્રથમ છોડાવવાનો
જૈનધર્મનો ઉપદેશ છે; છતાં ઉપદેશકો, પ્રચારકો અને
અગ્રેસરોનો મોટો ભાગ મિથ્યાત્વના યથાર્થ સ્વરૂપથી અજાણ છે;
[ ૬ ]