અવસ્થા ટાળી બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય ભાગ્યે જ થાય છે; અને
તેમાં પણ મનુષ્યપણું પ્રાપ્ત કરવું તો અતિ
દુઃખ ટાળી શકે. પરંતુ મનુષ્યભવમાં પણ કાં તો ધર્મનો યથાર્થ
વિચાર કરતો નથી, અગર તો ધર્મને નામે ચાલતી અનેક
મિથ્યા માન્યતાઓમાંથી કોઈ ને કોઈ ખોટી માન્યતાને ગ્રહણ
કરે છે અને કુદેવ, કુગુરુ તથા કુશાસ્ત્રમાં તે ફસાઈ જાય
છે; અથવા તો ‘બધા ધર્મો એક છે’ એમ ઉપલક દ્રષ્ટિએ
માની લઈને બધાનો સમન્વય કરવા લાગે છે અને પોતાની
એ ભ્રમણાવાળી બુદ્ધિને, વિશાળબુદ્ધિ માનીને અભિમાન સેવે
છે; કદી તે જીવ સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રનું બાહ્ય સ્વરૂપ
સમજે તોપણ પોતાનું ખરું સ્વરૂપ સમજવા જીવ યથાર્થ પ્રયાસ
કરતો નથી; તેથી તે ફરી ફરીને સંસારચક્રમાં રખડી પોતાનો
મોટામાં મોટો કાળ નિગોદ