છે, આ અજીવતત્ત્વની ભૂલ છે.
૩. મિથ્યાત્વ, રાગાદિ પ્રગટ દુઃખ દેનારાં છે, છતાં તેનું
સેવન કરવામાં સુખ માને છે. આ આસ્રવતત્ત્વની ભૂલ છે.
૪. શુભને લાભદાયક અને અશુભને નુકસાનકારક તે
માને છે, પણ તત્ત્વદ્રષ્ટિએ તે બન્ને નુકસાનકારક છે એમ
તે માનતો નથી – આ બંધતત્ત્વની ભૂલ છે.
૫. સમ્યગ્જ્ઞાન તથા તે પૂર્વકનો વૈરાગ્ય જીવને સુખરૂપ
છે, છતાં તે પોતાને કષ્ટ આપનાર અને ન સમજાય એવાં
છે – એમ જીવ માને છે – તે સંવરતત્ત્વની ભૂલ છે.
૬. શુભાશુભ ઇચ્છાઓને નહિ રોકતાં, ઇન્દ્રિયોના વિષયો
પ્રત્યે ઇચ્છા કર્યા કરે છે તે નિર્જરાતત્ત્વની ભૂલ છે.
૭. સમ્યગ્દર્શનપૂર્વક જ પૂર્ણ નિરાકુળતા પ્રગટ થાય છે,
અને તે જ ખરું સુખ છે – એમ ન માનતાં, બાહ્ય વસ્તુઓની
સગવડોથી સુખ મળી શકે એમ જીવ માને છે તે મોક્ષતત્ત્વની
ભૂલ છે.
ઉપરની ભૂલોનું ફળ
આ ગ્રંથની પહેલી ઢાળમાં આ ભૂલોનું ફળ બતાવ્યું છે.
આ ભૂલોનું ફળ જીવને સમયે સમયે અનંત દુઃખનો
ભોગવટો છે; એટલે કે ચારે ગતિઓમાં – મનુષ્ય, દેવ, તિર્યંચ
કે નારક તરીકે જન્મી – મરી દુઃખ ભોગવે છે. લોકો
દેવગતિમાં સુખ માને છે પણ તે ભ્રમણા છે – ખોટું છે. ગાથા
[ ૪ ]