પ્રસ્તાવના
કવિવર પંડિત દૌલતરામજી કૃત ‘છ ઢાળા’ જૈનસમાજમાં
સારી રીતે પ્રચલિત છે. ઘણા ભાઈ – બહેનો તેનો નિત્ય પાઠ કરે
છે; જૈન પાઠશાળાઓનું તે એક પાઠ્યપુસ્તક છે. સંવત ૧૮૯૧ના
વૈશાખ સુદ ૩ (અક્ષય ત્રીજ)ના રોજ ગ્રંથકારે તેની રચના પૂરી
કરી હતી. આ ગ્રંથમાં ધર્મનું સ્વરૂપ ટૂંકામાં સારી રીતે બતાવવામાં
આવ્યું છે, અને તે બાળકથી માંડી વૃદ્ધ સુધી સર્વે જીવો તરત
સમજી શકે તેવી સરળ ભાષામાં આપવામાં આવ્યું છે.
આ ગ્રંથમાં છ-ઢાળ (છ પ્રકરણો) છે; તેમાં આવતાં
વિષયો ટૂંકમાં આપવામાં આવે છેઃ —
જીવને અનાદિથી સાત તત્ત્વ વિષે ભૂલો
આ ગ્રંથની બીજી ઢાળમાં જીવને અનાદિથી ચાલી આવતી
સાત તત્ત્વ વિષે ભૂલોનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, તે ટૂંકમાં
નીચે મુજબ છેઃ —
૧. ‘શરીર તે હું છું’ એમ જીવ અનાદિથી માની રહ્યો
છે, તેથી હું તેને હલાવી – ચલાવી શકું, શરીરનાં કાર્યો હું કરી
શકું, શરીર સારું હોય તો મને લાભ થાય – એ વગેરે પ્રકારે
તે શરીરને પોતાનું માને છે, આ મહા ભ્રમ છે. આ જીવતત્ત્વની
ભૂલ છે એટલે કે જીવને તે અજીવ માને છે.
૨. શરીરની ઉત્પત્તિથી જીવનો જન્મ અને શરીરના
વિયોગથી જીવનું મરણ તે માને છે, તેમાં અજીવને જીવ માને
[ ૩ ]