Chha Dhala (Gujarati). Chothi Dhalano Saransh.

< Previous Page   Next Page >


Page 125 of 205
PDF/HTML Page 147 of 227

 

background image
ચોથી ઢાળ ][ ૧૨૫
નાશ કરવા માટે વિધિપૂર્વક સમાધિમરણ (સંલ્લેખના)* ધારણ
કરીને તેના પાંચ અતિચારોને પણ દૂર કરે છે; તે આયુષ્ય પૂર્ણ
થતાં મરીને સોળમાં સ્વર્ગ સુધી ઊપજે છે, અને દેવનું આયુષ્ય
પૂર્ણ થતાં મનુષ્યશરીર પામી, મુનિપદ અંગીકાર કરી મોક્ષ (પૂર્ણ
શુદ્ધતા) પ્રાપ્ત કરે છે.
સમ્યક્ચારિત્રની ભૂમિકામાં રહેલા રાગના કારણે તે જીવ
સ્વર્ગમાં દેવપદ પામે છે, ધર્મનું ફળ સંસારની ગતિ નથી પણ
સંવર-નિર્જરારૂપ શુદ્ધભાવ છે; ધર્મની પૂર્ણતા તે મોક્ષ છે.
ચોથી ઢાળનો સારાંશ
સમ્યગ્દર્શનના અભાવમાં જે જ્ઞાન હોય છે તેને કુજ્ઞાન
(મિથ્યાજ્ઞાન) કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન થયા પછી તે જ
જ્ઞાનને સમ્યગ્જ્ઞાન કહેવાય છે. આ રીતે જોકે એ બન્ને
(સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન) સાથે જ હોય છે, તોપણ તેનાં
લક્ષણો જુદા જુદા છે અને કારણ-કાર્ય ભાવનો તફાવત છે અર્થાત્
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાનનું નિમિત્તકારણ છે.
પોતાને અને પરવસ્તુઓને જેવી રીતે છે તેવી રીતે
સ્વસન્મુખતાપૂર્વક જાણે તે સમ્યગ્જ્ઞાન કહેવાય છે, તેની વૃદ્ધિ થતાં
*જ્યાં ક્રોધ વગેરેને વશ થઈને ઝેર, શસ્ત્ર અથવા અન્નત્યાગ વગેરેથી
પ્રાણ છોડવામાં આવે છે ત્યાં ‘આપઘાત’ કહેવાય છે; પણ
‘સંલ્લેખના’માં સમ્યગ્દર્શન સહિત આત્મકલ્યાણ (ધર્મ)ના હેતુથી
કાયા અને કષાયને કૃશ કરતા થકાં સમ્યક્ આરાધનાપૂર્વક
સમાધિમરણ થતું હોવાથી તે આપઘાત નથી પણ ધર્મધ્યાન છે.