વસ્તુ બીજી કોઈ નથી અને તે જ જન્મ, જરા અને મરણનો નાશ
કરે છે. મિથ્યાદ્રષ્ટિ જીવને સમ્યગ્જ્ઞાન વિના કરોડો જન્મો સુધી
તપ તપવાથી જેટલાં કર્મો નાશ પામે તેટલાં કર્મો સમ્યગ્જ્ઞાની
જીવને ત્રિગુપ્તિથી ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. પૂર્વે જે જીવ
મોક્ષમાં ગયા છે, ભવિષ્યમાં જશે અને હાલ મહાવિદેહ ક્ષેત્રથી
જઈ રહ્યા છે તે બધો પ્રભાવ સમ્યગ્જ્ઞાનનો છે. જેવી રીતે
મૂશળધાર વરસાદ વનના ભયંકર અગ્નિને ક્ષણમાત્રમાં નષ્ટ કરે
છે તેવી રીતે આ સમ્યગ્જ્ઞાન વિષયવાસનાઓને ક્ષણમાત્રમાં નાશ
કરે છે.
કરે છે; તે પુણ્ય-પાપના ફળોમાં જે સંયોગો પ્રાપ્ત થાય તેમાં હર્ષ-
શોક કરવો તે મૂર્ખતા છે. પ્રયોજનભૂત વાત તો એ છે કે પુણ્ય-
પાપ, વ્યવહાર અને નિમિત્તની રુચિ છોડીને સ્વસન્મુખ થઈ
સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરવું.
તત્ત્વના અભ્યાસ વડે સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, કારણ કે
મનુષ્યપર્યાય, ઉત્તમ શ્રાવકકુળ અને જિનવાણીનું સાંભળવું વગેરે
સુયોગ-જેમ સમુદ્રમાં ડૂબેલું રત્ન ફરી હાથ આવતું નથી તેમ
વારંવાર મળતો નથી. એવો દુર્લભ સુયોગ પામીને સમ્યગ્ધર્મ
પ્રગટ ન કરવો તે મૂર્ખતા છે.