૧૩૦ ][ છ ઢાળા
કષાયોના અભાવપૂર્વક) ઉત્પન્ન આત્માની શુદ્ધિ
વિશેષને દેશચારિત્ર કહે છે. આ શ્રાવક દશામાં પાંચ
પાપોનો સ્થૂળરૂપ એકદેશ ત્યાગ હોય છે તેને અણુવ્રત
કહેવામાં આવે છે.
અતિચારઃ — વ્રતની અપેક્ષા રાખવા છતાં તેનો એકદેશ ભંગ
થવો તે અતિચાર કહેવાય છે.
અનધ્યવસાયઃ — (મોહ) – ‘કાંઈક છે’ પણ શું છે તેના
નિશ્ચયરહિત જ્ઞાનને અનધ્યવસાય કહે છે.
અનર્થદંડઃ — પ્રયોજન વગરની મન, વચન, કાયા તરફની
અશુભ પ્રવૃત્તિ.
અનર્થદંડવ્રતઃ — પ્રયોજન વગરની મન, વચન, કાયા તરફની
અશુભ પ્રવૃત્તિનો ત્યાગ.
અવધિજ્ઞાનઃ — દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદાપૂર્વક રૂપી
પદાર્થોને સ્પષ્ટ જાણનારું જ્ઞાન.
ઉપભોગઃ — વારંવાર ભોગવી શકાય તેવી વસ્તુ.
ગુણઃ — દ્રવ્યના આશ્રયે, દ્રવ્યના બધા ભાગમાં અને તેની બધી
હાલતમાં જે હમેશાં રહે તે.
ગુણવ્રતઃ — અણુવ્રતો અને મૂળગુણોને પુષ્ટ કરનારું વ્રત.
પરઃ — આત્માથી (જીવથી) જુદી વસ્તુઓને પર કહેવાય છે.