પરોક્ષઃ — ઇન્દ્રિય વગેરે પરવસ્તુ જેમાં નિમિત્તમાત્ર છે એવા
જ્ઞાનને પરોક્ષ કહે છે.
પ્રત્યક્ષઃ — (૧) આત્માના આશ્રયે થતું અતીન્દ્રિય જ્ઞાન.
(૨) અક્ષપ્રતિઃ — અક્ષ = આત્મા અથવા જ્ઞાન; પ્રતિ = (અક્ષની)
સામે-નિકટમાં. પ્રતિ+અક્ષ= આત્માના સંબંધમાં હોય
એવું.
પર્યાયઃ — ગુણોના વિશેષ કાર્યને (પરિણમનને) પર્યાય કહે છે.
ભોગઃ — એક જ વાર ભોગવી શકાય તેવી વસ્તુ.
મતિજ્ઞાનઃ — (૧) પરાશ્રયની બુદ્ધિ છોડીને દર્શનઉપયોગ પૂર્વક
સ્વસન્મુખતાથી પ્રગટ થવાવાળા નિજ આત્માના જ્ઞાનને
મતિજ્ઞાન કહે છે.
(૨) ઇન્દ્રિય અને મન જેમાં નિમિત્તમાત્ર છે એવા જ્ઞાનને
મતિજ્ઞાન કહે છે.
મહાવ્રતઃ — હિંસા, વગેરે પાંચ પાપોનો સર્વથા ત્યાગ.
[નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન અને વીતરાગચારિત્ર રહિત
એકલા વ્યવહારવ્રતના શુભ ભાવને મહાવ્રત કહેલ નથી
પણ બાળવ્રત-અજ્ઞાનવ્રત કહેલ છે.]
મનઃપર્યયજ્ઞાનઃ — દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદાથી બીજાના
મનમાં રહેલ સરલ અથવા ગૂઢ, રૂપી પદાર્થોને
જાણવાવાળું જ્ઞાન.
કેવળજ્ઞાનઃ — જે ત્રણકાળ અને ત્રણલોકવર્તી સર્વ પદાર્થોને
ચોથી ઢાળ ][ ૧૩૧