Chha Dhala (Gujarati).

< Previous Page   Next Page >


Page 132 of 205
PDF/HTML Page 154 of 227

 

background image
(અનન્તધર્માત્મક *સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયને) પ્રત્યેક
સમયમાં યથાસ્થિત, પરિપૂર્ણરૂપે સ્પષ્ટ અને એકસાથે
જાણે છે તેને કેવળજ્ઞાન કહે છે.
વિપર્યયઃઊંધું જ્ઞાન; જેમકે છીપને ચાંદી જાણવી, ચાંદીને છીપ
જાણવી.
વ્રતઃશુભ કાર્ય કરવાં અશુભ કાર્ય છોડવા તે; અથવા હિંસા,
અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહએ પાંચ પાપોથી
ભાવપૂર્વક વિરક્ત થવું તેને વ્રત કહે છે. (સમ્યગ્દર્શન
થયા પછી વ્રત હોય છે.)
શિક્ષાવ્રતઃમુનિવ્રત પાળવાની શિક્ષા દેનારું વ્રત.
*દ્રવ્ય, ગુણ, પર્યાયોને કેવળજ્ઞાની ભગવાન જાણે છે પણ તેના અપેક્ષિત
ધર્મોને જાણી શકતા નથી---એમ માનવું તે અસત્ય છે. અને તે અનંતને
અથવા માત્ર પોતાના આત્માને જ જાણે પણ સર્વને ન જાણે એમ
માનવું તે પણ ન્યાયથી વિરુદ્ધ છે. (લઘુ જૈન સિ. પ્રવેશિકા પ્ર૦ ૮૭,
પા૦ ૨૬) કેવળજ્ઞાની ભગવાન ક્ષાયોપશમિક જ્ઞાનવાળા જીવોની
માફક અવગ્રહ, ઇહા, અવાય અને ધારણારૂપ ક્રમથી જાણતા નથી
પરંતુ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને યુગપત્ (એકસાથે) જાણે છે એ રીતે
તેમને બધુંય પ્રત્યક્ષ વર્તે છે(પ્રવચનસાર ગા૦ ૨૧ ની ટીકા ભાવાર્થ)
અતિ વિસ્તારથી બસ થાઓ. અનિવારિત (રોકી ન શકાય એવો
અમર્યાદિત) જેનો ફેલાવ છે એવા પ્રકાશવાળું હોવાથી ક્ષાયિકજ્ઞાન
(કેવળજ્ઞાન) અવશ્યમેવ, સર્વદા, સર્વત્ર, સર્વથા, સર્વને જાણે છે.
(પ્રવચનસાર ગા. ૪૭ ની ટીકા)
નોંધઃ---શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાનથી સિદ્ધ
થાય છે કે પ્રત્યેક દ્રવ્યમાં નિશ્ચિત અને ક્રમબદ્ધ પર્યાય થાય છે
આડાઅવળા થતા નથી.
૧૩૨ ][ છ ઢાળા