શ્રુતજ્ઞાનઃ — ૧-મતિજ્ઞાનથી જાણેલા પદાર્થોના સંબંધથી અન્ય
પદાર્થોને જાણવાવાળા જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે.
૨ આત્માની શુદ્ધ અનુભૂતિરૂપ શ્રુતજ્ઞાનને ભાવશ્રુતજ્ઞાન
કહે છે.
સંન્યાસઃ — (સંલ્લેખના)-આત્માનો ધર્મ સમજીને પોતાની શુદ્ધતા
માટે કષાયોને અને શરીરને કૃશ કરવાં (શરીર તરફનું
લક્ષ છોડી દેવું) તે સમાધિ અથવા સંલ્લેખના કહેવાય
છે.
સંશયઃ — વિરોધતા સહિત અનેક પ્રકારોને અવલંબન કરનારું
જ્ઞાન જેમકે-આ છીપ હશે કે ચાંદી હશે? આત્મા
પોતાનું જ કાર્ય કરી શકતો હશે કે પરનું પણ કરી
શકતો હશે? દેવ-શાસ્ત્ર-ગુરુ, જીવાદિ સાત તત્ત્વ
વગેરેનું સ્વરૂપ આવું જ હશે કે અન્ય મતમાં કહે છે
તેવું હશે?
ચોથી ઢાળનું અંતર-પ્રદર્શન
૧. દિગ્વ્રતની મર્યાદા તો જિંદગી સુધીને માટે છે પણ દેશવ્રતની
મર્યાદા ઘડી, કલાક વગેરે મુકરર કરેલ વખત સુધીની છે.
૨. પરિગ્રહપરિમાણ વ્રતમાં પરિગ્રહનું જેટલું પ્રમાણ (મર્યાદા)
કરવામાં આવે છે તેનાથી પણ ઓછું પ્રમાણ ભોગોપ-
ભોગપરિમાણ વ્રતમાં કરવામાં આવે છે.
૩પૌષધમાં તો આરંભ અને વિષય-કષાયાદિનો ત્યાગ કરવા
ચોથી ઢાળ ][ ૧૩૩