૧૩૮ ][ છ ઢાળા
ભોગોથી અત્યંત વિરક્ત હોય છે; અને જેવી રીતે કોઈ માતા
પુત્રને જન્મ આપે છે તેવી રીતે આ બાર ભાવનાઓ
વૈરાગ્યને પેદા કરે છે તેથી મુનિરાજ આ બાર ભાવનાઓનું
ચિંતવન કરે છે.
ભાવનાઓનું ફળ અને મોક્ષસુખપ્રાપ્તિનો સમય
ઇન ચિન્તત સમસુખ જાગૈ, જિમિ જ્વલન પવનકે લાગૈ;
જબહી જિય આતમ જાનૈ, તબહી જિય શિવસુખ ઠાનૈ. ૨.
અન્વયાર્થઃ — (જિમિ) જેવી રીતે (પવનકે) પવનના (લાગૈ)
લાગવાથી (જ્વલન) અગ્નિ (જાગૈ) ભભૂકી ઊઠે છે. [તેવી રીતે
આ બાર ભાવનાઓનું] (ચિન્તત) ચિંતવન કરવાથી (સમસુખ)
સમતારૂપી સુખ (જાગૈ) પ્રગટ થાય છે. (જબહી) જ્યારે (જિય)
જીવ (આતમ) આત્મસ્વરૂપને (જાનૈ) જાણે છે (તબહી) ત્યારે જ
(જિય) જીવ (શિવસુખ) મોક્ષસુખને (ઠાનૈ) પ્રાપ્ત કરે છે.
ભાવાર્થઃ — જેવી રીતે પવન લાગવાથી અગ્નિ એકદમ
ભભૂકી ઊઠે છે તેવી રીતે આ બાર ભાવનાઓનું વારંવાર