પર પદાર્થોથી સંબંધ છોડીને પરમાનંદમય સ્વ-સ્વરૂપમાં લીન
થઈને સમતારસનું પાન કરે છે અને છેવટે મોક્ષસુખને પ્રાપ્ત કરે
છે. ૨.
ઇન્દ્રિય-ભોગ છિન થાઈ, સુરધનુ ચપલા ચપલાઈ. ૩.
કુટુંબી, (આજ્ઞાકારી) આજ્ઞા ઉઠાવનાર નોકર-ચાકર અને
(ઇન્દ્રિય-ભોગ) પાંચ ઇન્દ્રિયોના ભોગ એ બધા (સુરધન)
ઇન્દ્રધનુષ્ય તથા (ચપલા) વીજળીની (ચપલાઈ) ચંચળતા-
ક્ષણિકતાની માફક (છિન થાઈ) ક્ષણમાત્ર રહેનારાં છે.