બધી ચીજો ક્ષણિક છે-અનિત્ય છે-નાશવંત છે. જેમ ઇન્દ્રધનુષ્ય
અને વીજળી વગેરે જોતજોતામાં વિલય થઈ જાય છે તેમ આ
જુવાની વગેરે પણ થોડા વખતમાં નાશ પામે છે. તે કોઈ પદાર્થ
નિત્ય અને સ્થાયી નથી પણ નિજશુદ્ધાત્મા જ નિત્ય અને સ્થાયી
છે-એમ સ્વસન્મુખતાપૂર્વક ચિંતવન કરી, સમ્યગ્દ્રષ્ટિ જીવ
વીતરાગતાની વૃદ્ધિ કરે છે તે અનિત્ય ભાવના છે. મિથ્યાદ્રષ્ટિ
જીવને અનિત્યાદિ એક પણ સાચી ભાવના હોતી નથી. ૩.
મણિ મંત્ર તંત્ર બહુ હોઈ, મરતે ન બચાવૈ કોઈ. ૪.