પાંચમી ઢાળ ][ ૧૪૧
અન્વયાર્થઃ — (સુર અસુર ખગાધિપ) દેવના ઇન્દ્ર,
અસુરના ઇન્દ્ર અને ખગેન્દ્ર [ગરુડ, હંસ] (જેતે) જે જે છે (તે)
તે બધાનો (મૃગ હરિ જ્યોં) જેમ હરણને સિંહ મારી નાખે
છે તેમ (કાલ) મરણ (દલે) નાશ કરે છે. (મણિ) ચિંતામણિ
વગેરે મણિ-રત્નો (મંત્ર) મોટા મોટા રક્ષામંત્ર (તંત્ર) તંત્ર (બહુ
હોઈ) ઘણાં હોવા છતાં (મરતે) મરણ પામનારને (કોઈ) તે
કોઈ (ન બચાવૈ) બચાવી શકતું નથી.
ભાવાર્થઃ — સંસારમાં જે જે દેવેન્દ્ર, અસુરેન્દ્ર, ખગેન્દ્ર,
(પક્ષીઓના રાજા) વગેરે છે તે સર્વનો — જેમ હરણને સિંહ
મારી નાંખે છે તેમ — મૃત્યુ નાશ કરે છે. ચિંતામણિ વગેરે
મણિ, મંત્ર અને જંત્ર તંત્ર વગેરે કોઈપણ મરણથી બચાવી
શકતું નથી.
અહીં એમ સમજવું કે નિજ આત્મા જ શરણ છે, તે
સિવાય અન્ય કોઈ શરણ નથી. કોઈ જીવ બીજા જીવની રક્ષા
કરી શકવા સમર્થ નથી; માટે પરથી રક્ષાની આશા નકામી છે.
સર્વત્ર-સદાય એક નિજ આત્મા જ પોતાનું શરણ છે. આત્મા
નિશ્ચયથી મરતો જ નથી, કેમકે તે અનાદિ-અનંત છે — એમ
સ્વસન્મુખતાપૂર્વક ચિંતવન કરી સમ્યગ્દ્રષ્ટિ જીવ વીતરાગતાની
વૃદ્ધિ કરે છે તે અશરણ ભાવના છે. ૪.
૩ – સંસાર ભાવના
ચહુંગતિ દુખ જીવ ભરૈ હૈં, પરિવર્તન પંચ કરૈ હૈં;
સબવિધિ સંસાર અસારા, યામેં સુખ નાહિં લગારા. ૫.