૧૪૨ ][ છ ઢાળા
અન્વયાર્થઃ — (જીવ) જીવ (ચહુંગતિ) ચાર ગતિમાં (દુખ)
દુખ (ભરૈ હૈં) ભોગવે છે. અને (પંચ પરિવર્તન) પાંચ
પરાવર્તન — પાંચ પ્રકારે પરિભ્રમણ (કરે હૈં) કરે છે. (સંસાર)
સંસાર (સબવિધિ) સર્વ પ્રકારે (અસારા) સાર વગરનો છે
(યામેં) તેમાં (સુખ) સુખ (લગારા) લેશમાત્ર પણ (નાહિં) નથી.
ભાવાર્થઃ — જીવનો અશુદ્ધ પર્યાય તે સંસાર છે. અજ્ઞાનના
કારણે જીવ ચાર ગતિમાં દુઃખ ભોગવે છે અને પાંચે (દ્રવ્ય,
ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ) પરાવર્તન કર્યા કરે છે, પરંતુ
ક્યારેય શાંતિ પામતો નથી; તેથી કરીને ખરેખર સંસારભાવ
બધી રીતે સાર રહિત છે, તેમાં જરાપણ સુખ નથી, કારણ કે
જે રીતે સુખની કલ્પના કરવામાં આવે છે તેવું સુખનું સ્વરૂપ
નથી અને જેમાં સુખ માને છે તે ખરી રીતે સુખ નથી – પણ તે
પરદ્રવ્યના આલંબનરૂપ મલિન ભાવ હોવાથી આકુળતા ઉત્પન્ન
કરનારો ભાવ છે. નિજ આત્મા જ સુખમય છે, તેના ધ્રુવ
સ્વભાવમાં સંસાર છે જ નહિ — એમ સ્વસન્મુખતાપૂર્વક ચિંતવન
કરી સમ્યગ્દ્રષ્ટિ જીવ વીતરાગતા વધારે છે. ૫.