Chha Dhala (Gujarati). Gatha: 6 (Dhal 5).

< Previous Page   Next Page >


Page 143 of 205
PDF/HTML Page 165 of 227

 

background image
પાંચમી ઢાળ ][ ૧૪૩
એકત્વ ભાવના
શુભ-અશુભ કરમફલ જેતે, ભોગૈ જિય એક હિ તેતે;
સુત-દારા હોય ન સીરી, સબ સ્વારથકે હૈં ભીરી. ૬.
અન્વયાર્થ(જેતે) જેટલા (શુભ કરમફળ) શુભકર્મનાં
ફળ અને (અશુભ કરમફળ) અશુભકર્મનાં ફળ છે (તે તે) તે
બધાં (જિય) આ જીવ (એક હિ) એકલો જ (ભોગૈ) ભોગવે છે,
(સુત) પુત્ર (દારા) સ્ત્રી (સીરી) સાથીદાર (ન હોય) થતાં નથી,
(સબ) આ બધાં (સ્વારથકે) પોતાની મતલબના (ભીરી) સગાં
(હૈં) છે.
ભાવાર્થજીવને સદાય પોતાથી પોતાનું એકત્વ અને
પરથી વિભક્તપણું છે, તેથી પોતે જ પોતાનું હિત અથવા
અહિત કરી શકે છે, પરનું કાંઈ કરી શકતો નથી. માટે જીવ જે
કાંઈ શુભ કે અશુભ ભાવ કરે છે તેનું ફળ-(આકુળતા) પોતે જ
એકલો ભોગવે છે. તેમાં કોઈ અન્ય-સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરે